GSTV

લોકડાઉન વચ્ચે માસૂમ 4 વર્ષની બાળકી પર બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Last Updated on April 9, 2020 by Pravin Makwana

લોકડાઉન દરમિયાન ગઈકાલે કતારગામ વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકીને ઊંચકી જઈ ખુલ્લા મેદાનમાં તેના પર બળાત્કાર તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં કતારગામ પોલીસે ઝડપાયેલા આરોપી મિતેશ રાજપુતની સીસીટીવી ફૂટેજના આધારે કતારગામ પોલીસે ધરપકડ કરી આજે સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી.

ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ

કલકત્તા ભદ્રેશ્વરના વતની 22 વર્ષના આરોપી મિતેશ રાજપુતે ગઈકાલે કતારગામ વિસ્તારમાં રહેતી ચાર વર્ષની શ્રમજીવી બાળકીને ઉઠાવી જઇને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આજે આરોપીને સાત દિવસના રિમાન્ડની માંગ સાથે અર્જન્ટ કેસોની કાર્યવાહી અંતર્ગત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આરોપીને રિમાન્ડ પર સોંંપવામાં આવ્યો

જેની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, આરોપીએ આચરેલા ધૃણાસ્પદ ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન કરાવવાનું છે આરોપીના ડી.એન.એ તથા ગેટ એનાલિસિસ કરાવવાનું છે આરોપીઓના નિવેદન દરમિયાન તેણે 2017માં કલકત્તા ભદ્રેસર ખાતે પણ આ પ્રકારનો બળાત્કારનો ગુનો આચર્યો છે તથા તે બદલ તેને 6 મહિનાની જેલ પણ થઇ છે. જેથી કતારગામ વિસ્તારમાં નોંધાયેલા અન્ય ગુનામાં આરોપીઓની સંડોવણી હોવાનું તપાસ કરવાની છે. જેને કોર્ટે માન્ય રાખીને આરોપીને 11 તારીખ સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!