ગુજરાતમાં આજે સુરત બાદ પોરબંદરમાંથી દુષ્કર્મના અહેવાલો મળ્યા છે. પોરબંદરનના રાંઘાધાવાવની મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. ગુજરાતમાં દુષ્કર્મના બનાવો પર પોલીસનું નિયંત્રણ ન હોય તેવું લાગી રહ્યું છે. આ પીડિત મહિલાના પતિ, જેઠ અને સસરાએ તેને એક વૃદ્ધના હવાલે કરી દીધી હતી. આ મહિલા સાથે ડાડુકા ગામના વૃદ્ધે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ થવા પામી છે.

વૃદ્ધને સંતાન નહીં હોવાથી મહિલાના પતિ સહિતના સાસરિયાઓએ મહિલાને વૃદ્ધ સાથે રહેવા દબાણ કર્યું હતું. આ આરોપી વૃદ્ધે મહિલા પર વારંવાર દુષ્કર્મ આચરી મહિલાને પીંખી નાંખી હતી. મહિલાએ આ સમગ્ર ઘટનાની હકીકત પોતાના ભાઈને વર્ણવતા સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ડાડુકાના વૃદ્ધ, પતિ, જેઠ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. ઉદ્યોગનગર પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને લઈને સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે.
સુરત ફરી એક વાર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. ગુજરાતમાં દુષ્કર્મના કેસ અટકવાનું નામ નથી લેતા ત્યારે સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં કિશોરી પર દુષ્કર્મનો કેસ નોંધાયો છે. કિશોરી પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. આ બંન્ને આરોપીઓની ગણતરીના કલાકોમાં સુરત પોલીસે ધરપકડ કરી દીધી હતી.
આ આરોપીઓમાં 22 વર્ષીય રાહુલ રાજપુત અને 31 વર્ષીય બિટુ કુમાર રાજપુતનો સમાવેશ થાય છે. બન્ને આરોપીઓ સુરત રેલવે સ્ટેશનના શૌચાલય ખાતે રહેતા હતા. કિશોરીને એકલી જોઈ આ બન્ને આરોપીઓ દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા. બાતમીના આધારે બન્ને આરોપીઓની સુરત પોલીસે ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓ પર પોસ્કો અને દુષ્કર્મ અંતર્ગત કાર્યવાહી કરાઈ હતી.
MUST READ:
- દંગલ ડિરેક્ટર પીછેહઠ કરતા રણવીર-સાઈ પલ્લવીની ફિલ્મ અભેરાઈ પર ચડી
- એક સાથે દેખાશે પ્રિયંકા ચોપરા અને જુનિયર એનટીઆર, પ્રશાંત નીલ કરશે ડિરેક્શન
- સિંધિયાએ કહ્યું: ભારતમાં પાંચ વર્ષમાં 200 એરપોર્ટ હશે; કંપનીઓ 1400 વધારાના એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપશે
- આર્થિક તંગીથી કંટાળેલા રત્ન કલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ, માતા- પુત્રીનું કરૂણ મોત
- BIG NEWS: શું વધશે EMI અથવા મળશે રાહત? RBI કરશે રેપો રેટ પર મોટી જાહેરાત