GSTV
Home » News » છોકરીના રેપનો વીડિયો બનતો હતો અને સગી માસી બહાર પહેરો દેતી હતી

છોકરીના રેપનો વીડિયો બનતો હતો અને સગી માસી બહાર પહેરો દેતી હતી

18 વર્ષની પરણિતા જ્યારે તેની માસીને ત્યાં ગઈ તો અસંમજસની સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. માસીએ પોતાના એક પરિચિતને ઘરે બોલાવ્યો હતો અને પોતાની બહેનની વિવાહિત છોકરીને તેની સાથે રૂમમાં બંધ કરી દીધી હતી. અંદર રૂમમાં છોકરાએ ન માત્ર છોકરી સાથે રેપ કર્યો પણ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ સમયે રૂમની બહાર માસી ખુરશી નાખીને બેઠી હતી. જે પછી વિવાહિત છોકરીને 7 મહિના સુધી બંધક બનાવીને રાખવામાં આવી હતી.

7 મહિના બાદ 18 વર્ષની વિવાહિતને જાલીમ માસીની ચૂંગાલમાંથી છોડાવવામાં આવી. વિવાહિત છોકરીએ પોતાની માસી પર ગોંધી રાખવાનો અને 7 મહિના સુધી દુષ્કર્મ આચરી વીડિયો બનાવવાની પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જાણકારી પ્રમાણે પીડિત મહિલાના લગ્ન રતન નગરના એક છોકરા સાથે થયા હતા. લગ્ન બાદ તે સાસરે જવાને બદલે પિતાના ઘર ટિડીયાસરમાં રહી હતી. તેની માસી હરિયાણાના હરસાવા, સિવાણીમાં રહેતી હતી. જ્યાં અજય જાટ નામના વ્યક્તિની આવન જાવન રહેતી હતી.

માસીએ પીડિત મહિલાની અજય સાથે ઓળખાણ કરાવી હતી. ઘણી વખત જબરદસ્તી ફોન પર તેની સાથે વાત પણ કરવામાં આવી હતી. 2018માં માસીએ તેને પોતાના ગામે બોલાવી હતી. પીડિત મહિલા જ્યારે ત્યાં પહોંચી ત્યારે અજય પહેલાથી હાજર હતો. માસીએ એ બંન્નેને રૂમમાં બેસાડી દીધા. અને ગેટ બંધ કરીને પોતે આગળ બેસી ગઈ.

અજયે તેની સાથે રેપ પણ કર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો. બંન્નેએ વીડિયો બતાવી પીડિત મહિલાને કહ્યું કે, જો કોઈને કહ્યું તો જાન ગુમાવવાનો વારો આવશે. એ કહી તેને ફરી ગામડામાં મોકલી દેવામાં આવી. તેના બે દિવસ પછી અજયે તેને આધારકાર્ડ અને માર્કશીટ સાથે બોલાવી. એ કાગળો લઈ મંદિર પહોંચી ત્યારે લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!