GSTV
Home » News » પૂણેમાં દિવ્યાંગ મહિલા સાથે બળાત્કાર, સૈન્યના 4 જવાનો સામે કાર્યવાહી

પૂણેમાં દિવ્યાંગ મહિલા સાથે બળાત્કાર, સૈન્યના 4 જવાનો સામે કાર્યવાહી

પુણે પોલીસે સેનાના ચાર જવાનો વિરુદ્ધ બળાત્કારના ગુના હેઠળ કેસ દાખળ કર્યો છે. ચારેય જવાનો પર આરોપ છે કે તેમણે ચાર વર્ષ સુધી એક મૂક-બધિર મહિલા સાથે બળાત્કાર કર્યો છે. પીડિતા ખડકીની એક સૈન્ય હોસ્પિટલમાં કામ કરે છે. આરોપીઓ પીડિતાને અહીં જ પોતાની હવસનો શિકાર બનાવતા હતા. પોલીસે એફઆઈઆર નોંધી છે. જ્યારે ખડકી ખાતે સેનાના મુખ્યાલયે ચારેય આરોપી જવાનો વિરુદ્ધ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપ્યા છે. આ પીડિતા મૂક-બધિર છે અને જુલાઈમાં તેણે ઈન્દૌરની એક એનજીઓનો સંપર્ક કર્યો હતો. એનજીઓએ વિશેષજ્ઞની મદદથી સાંકેતિત ભાષામાં પીડિતાનું નિવેદન નોંધ્યું હતું.

આ વિશેષજ્ઞ પીડિતા સાથે પુણે આવ્યા અને હોસ્પિટલના કમાન્ડન્ટને ચારેય આરોપી જવાનોની ફરિયાદ કરી હતી. સોમવારે મહિલાએ ઈન્દૌરના ડીઆઈજી હરિ નારાયણચારી મિશ્રાનો સંપર્ક કર્યો હતો. પીડિતાનું કહેવું છે કે તે જુલાઈ-2014થી સૈન્ય હોસ્પિટલમાં કામ કરી રહી હતી. તેની નાઈટ શિફ્ટ હતી અને ત્યારે એક જવાને વોર્ડના ટોઈલેટમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. મહિલાનો દાવો છે કે તેણે પોતાના ઉચ્ચાધિકારી અને નર્સિંગ આસિસ્ટેન્ટને મેસેજ કરીને આની ફરિયાદ કરી હતી. ઉચ્ચાધિકારીએ તેને કાર્યવાહીનો ભરોસો આપ્યો હતો. આરોપ છે કે ઉચ્ચાધિકારીએ તેને વાત કરવા માટે બોલાવી અને તેણે પણ તેની સાથે બળાત્કાર કર્યો હતો.

પીડિતાનો આરોપ છે કે આરોપીઓએ તેને બ્લેકમેલ કરીને તેમની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મેસેજ વાઈરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં બંને જવાનો અન્ય બેની સાથે મળીને તેનો બળાત્કાર કરવા લાગ્યા હતા. આ લોકોએ ચાર વર્ષ સુધી તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. સિનિયર ઈન્સ્પેક્ટર  રાજેન્દ્ર મોહિતેનું કહેવું છે કે બે આરોપી જવાનોએ તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તેની વીડિયો ક્લિપ બનાવી હતી અને તેના દ્વારા તેને બ્લેકમેલ કરવામાં આ છે. મહિલાનો આરોપ છે કે તેણે પોતાના અન્ય અધિકારીઓને ફરિયાદ કરી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પીડિતાનું કહેવું છે કે તેના પતિનું મોત થઈ ચુક્યું છે.

પીડિતાને તેના પતિના સ્થાને નોકરી મળી હતી. તેનો એક બાર વર્ષનો પુત્ર છે. તેણે અધિકારીઓને નાઈટ શિફ્ટના સ્થાને સવારે ડ્યૂટી લગાવવા માટે વિનંતી કરી હતી. વરિષ્ઠ સૈન્ય અધિકારીએ કહ્યુ છે કે બે આરોપી જવાન આર્મી મેડિકલ કોરના છે. તે વખતે તેઓ હોસ્પિટલમાં કોર્સ કરી રહ્યા હતા. હાલ એક જવાન કાશ્મીરમાં અને બીજો જવાન લખનૌના સૈન્ય બેસ ખાતે તેનાત છે. બે અન્ય આરોપીઓમાંથી એક હજીપણ આ હોસ્પિટલમાં કામ કરી રહ્યો છે અને બીજા આરોપી જવાનની પુણેમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. અધિકારીનું કહેવું છે કે આરોપીઓ વિરુદ્ધ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. છ અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે. તેમાં એક મહિલા અધિકારી પણ છે. કમિટીએ તપાસ શરૂ કરી દીધી છે. રિપોર્ટ સામે આવ્યા બાદ આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. રિપોર્ટ બાદ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

 

 

 

 

Related posts

છેલ્લાં કેટલાંક સમયથી વ્હોટસએપ છે ખૂબ ચર્ચામાં, દેશમાં 121 યુઝર્સ જાસૂસીની આ પ્રક્રિયાથી પ્રભાવિત

pratik shah

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!