GSTV
Home » News » સુરતમાં 7 વર્ષની બાળકીને નરાધમે બનાવી હવસનો શિકાર, આપી આ ધમકી

સુરતમાં 7 વર્ષની બાળકીને નરાધમે બનાવી હવસનો શિકાર, આપી આ ધમકી

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સાત વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. બાળકી સાથે દુષ્કર્મ કરનાર 40 વર્ષીય રમણ નામનો શખ્સ છે જે તેના પાડોશમાં રહે છે. રવિવારે બનેલી આ ઘટનામાં ભયથી બાળકીએ પરિવારના કોઈ સભ્યને ઘટનાની જાણ કરી નહોતી. જોકે અસહ્ય પીડા થતા જયારે બાળકીએ પરિવારને દુષ્કર્મ અંગેની માહિતી આપી ત્યારે બાળકીને સારવાર અંગે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પાડોશીની પોલ ખુલી ગઈ હતી. માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટના અંગે પાંડેસરા પોલીસ દોડતી થઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

પાંડેસરા વિસ્તારમાં રહેતી 7 વર્ષની માસૂમ પર મીલના કારીગર તરીકે કામ કરતા અને પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. બે દિવસ પહેલાં એટલે કે રવિવારે બપોરે આરોપી રમણ નામનો શખ્સ બાળકીને પેપ્સી આપવાની લાલચે રૂમમાં લઇ ગયો હતો અને ત્યારબાદ બદકામ આચર્યું હતું. અને કોઈને કહ્યું છે તો ગળું દબાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી બાળકી બે દિવસથી ગુપચુપ થઈ ગઈ હતી.

બે દિવસથી અસહ્ય પીડા સહન કરી રહેલી બાળકીએ આખરે માતાને દુષ્કર્મ થયાની હકીકત જણાવી હતી. અને માતા બાળકીને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તબીબોને તમામ હકીકત જણાવી હતી. જેથી તબીબોએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. હાલ સિવિલના ડોકટરોએ દુષ્કર્મ હોવાની પ્રાથમિક પુષ્ટિ કરી છે. પોલીસે પણ આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ હેટળ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel

એક્ઝિટ પોલની અસર થશે સીધા તમારા ખીસ્સા ઉપર, જાણો ક્યાં અને કેવી રીતે?

Mansi Patel

ભારતની આ સ્ટાર મહિલા એથલિટે સમલૈંગિક સંબંધ હોવાનું માન્યુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!