GSTV
Home » News » 4 બાળકો ફોનમાં બ્લુ ફિલ્મ જોઈને 3 વર્ષની બાળકી ફોસલાવી લઈ વારાફરતી બળાત્કાર કર્યો, અમુક નરાધમોએ તો બે વખત…

4 બાળકો ફોનમાં બ્લુ ફિલ્મ જોઈને 3 વર્ષની બાળકી ફોસલાવી લઈ વારાફરતી બળાત્કાર કર્યો, અમુક નરાધમોએ તો બે વખત…

જીરામાં પાંચ દિવસ અગાઉ ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મની ઘટનામાં સુરત પોલીસે બાળકીની પાડોશમાં જ રહેતા ૧૦ થી ૧૪ વર્ષના ચાર તરૃણની અટકાયત કરી છે. ચારેય તરુણોએ મોબાઇલ ફોનમાં બ્લુ ફિલ્મ જોયા બાદ બાળકીને લઈ જઈ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ઝડપેલા ચાર શકમંદમાંથી એકની સંડોવણી બહાર આવ્યા બાદ તેની પૂછપરછના આધારે બાકીના ત્રણ તરૃણની અટકાયત કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હજીરા વિસ્તારમાં ગત ગુરુવારે બપોરે ત્રણ વર્ષીય બાળકી પોતાના રૃમની સામે રમતી હતી ત્યારે કોઈક તેને ફોસલાવી લઈ ગયું હતું અને સાંજે તેને ઘર નજીક મુકી ગયું ત્યારે તેની સાથે દુષ્કર્મ થયાનું બહાર આવ્યું હતું. આ ગંભીર ઘટનાની તપાસમાં હજીરા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજી ની ટીમ પણ જોડાઇ હતી. પોલીસે શકમંદોની પૂછપરછ કરતા તેમાંથી ચાર શકમંદની સંડોવણીની આશંકા પ્રબળ બની હતી.

તે પૈકી ૧૪ વર્ષના તરૃણની પોલીસે આકરી પૂછપરછ કરતા તેણે તેના ૧૦,૧૧ અને ૧૩ વર્ષના ત્રણ મિત્રો સાથે મળી બાળકીને ફોસલાવીને લઇ જઇ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તેની કબૂલાતના આધારે બાકીના ત્રણેય તરૃણની અટકાયત કરી હતી અને તેમના કપડા કબ્જે કર્યા હતા.

ભોગ બનનાર બાળકીને ઘર નજીક રહેતાં પરપ્રાંતીય શ્રમજીવી પરિવારના બાળકો એવા ચારેયની પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ચારેય મિત્રોએ બનાવનાં ગણતરીના કલાકો અગાઉ ૧૪ વર્ષીય તરૃણના મામાના મોબાઈલ ફોનમાં બ્લુ ફિલ્મ જોઈ હતી.

બ્લુ ફિલ્મ જોયા બાદ તેમણે રૃમ નજીક રમતી બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી ઉઠાવી હતી અને લઇ ગયા બાદ દુષ્કર્મ કર્યું હતું.પોલીસ તપાસમાં તેવો પણ ખુલાસો થયો હતો કે ચારેય તરૃણો પૈકી એક તરુણે બાળકી સાથે બે વખત દુષ્કર્મ કર્યું હતું. જ્યારે બાકીના ત્રણેય તરૃણોએ એક એક વખત દુષ્કર્મ કર્યું હતું. હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ બાળકીની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ હજીરા પીઆઈ આર.આર આહીર કરી રહ્યા છે.

READ ALSO

Related posts

મીસ ઈંડિયા 2019નો તાજ જીતનાર સુમન રાવનો આવો છે પરિવાર, જાણો

Kaushik Bavishi

INDvsPAK: શાહરૂખ ખાને ટીમ INDIAને આ રીતે કર્યું ચિયર, દિકરા સાથે મેચ જોવા છે તૈયાર

Arohi

પાકિસ્તાને ભારતને આપી માહિતી, થઈ શકે છે મોટો આતંકી હુમલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!