GSTV
Gujarat Government Advertisement

શરમજનક કૃત્ય / શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના, છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની સાથે શિક્ષકોએ આચર્યું દુષ્કર્મ

Last Updated on June 10, 2021 by Vishvesh Dave

રાજસ્થાનના જોધપુર જિલ્લામાંથી એક સગીર સ્કૂલની છોકરી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકી સાથે દુષ્કર્મની ઘટના શિક્ષકો દ્વારા શાળા પરિસરમાં કરવામાં આવી હતી. પોલીસે બે શિક્ષકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે બંને સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પીડિતાનું મેડિકલ કરવામાં આવ્યું છે. પોલીસ આરોપીની શોધમાં છે.

પોલીસ

સગીર છોકરી પર દુષ્કર્મ

આ ઘટના શેરગઢ પોલીસ સ્ટેશન હેઠળના મોકમગઢ વિસ્તારમાં આવેલી એક ઉચ્ચ પ્રાથમિક શાળાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશનમાં પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેની સગીર પુત્રી માર્ચના અંતિમ અઠવાડિયામાં શાળા પરિસરમાં હતી. જ્યાં સહિરામ અને સુજારામ વિષ્નોઇ નામના શિક્ષકોએ તેને એક ઓરડામાં લલચાવી અને એક રૂમમાં લઈ જઈ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો. યુવતીએ મોડી રાત્રે તેના પરિવારજનોને આ ઘટના વિશે જણાવ્યું હતું, તેથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો.

શાળાના શિક્ષકોએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું

એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક જ્યારે યુવતીની તબિયત લથડી ત્યારે તેના પરિવારજનો તેને સારવાર માટે ડોક્ટર પાસે લઈ ગયા. યુવતીની તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે તે ગર્ભવતી છે અને પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા. તે પછી પીડિતાએ રડતા રડતા બંને શિક્ષકોની કરતૂતો અંગે જણાવ્યું.

ગર્ભવતી બન્યા બાદ થયો ખુલાસો

પોલીસનું કહેવું છે કે યુવતી સરકારી શાળાના છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણી ઉપર શાળાના પરિસરમાં જ ત્રણ-ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ જણાવ્યું હતું કે આરોપી શિક્ષક તેને વારંવાર ફેલ કરવાની ધમકી આપીને ગંદા કામ કરતો હતો.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

પંજાબમાં ભાજપની જગ્યા બસપા લેશે: 25 વર્ષ બાદ અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન, દલિત મતદારો ભજવશે મહત્વની ભૂમિકા

Pravin Makwana

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

અંધશ્રદ્ધા: યુપીના આ ગામમાં બન્યુ ‘કોરોના માતા’નું મંદિર, લોકો કરે છે વિધિવત પૂજા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!