યુવતીને કારમાંથી બહાર કાઢી, કેનાલે લઈ ગયા અને મિત્રોને બોલાવ્યાં, પછી વારાફરતી 10 નરાધમોએ રેપ કર્યો

પંજાબમાં એક રેપનો અગલ દ કેસ સામે આવ્યો છે. એક 21 વર્ષની યુવતી પર 10 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ છે. મહિલા તેના એક મિત્ર સાથે કારમાં સવારી કરી રહી હતી. આ સમયે બદમાશોએ તેમની કાર રોકી અને યુવતીને બહાર ઢસડી જઈને તેનાં પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે આ બનાવ અંગે સોમવારે જણાવ્યું હતું કે, યુવતી શનિવારે તેના એક મિત્ર સાથે લુધિયાણાથી ઇસેવાલ ગામ ખાતે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં ત્રણ બાઇક પર સવાર ઇસમોએ તેમની કારને રોકી હતી. આ લોકો કારનો પીછો કરી રહ્યા હતા. કેસની તપાસ કરનાર એસપી તરુણ રતને જણાવ્યું કે, કાર રોકવામાં આવતાની સાથે બાઇક સવાર લોકોએ કાર પર ઇંટો અને પથ્થરો ફેંકી હુમલો કરી દીધો હતો.

હુમલાખોરો બાદમાં કારમાંથી યુવતીને બહાર ખેંચી ગયા હતા અને બાજુમાં આવેલી કેનાલના કિનારે લઈ ગયા હતા. અહીં તેમણે બીજા છથી સાત લોકોને બોલાવ્યા હતા અને તમામ લોકોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

મહિલા અને તેના મિત્રને રવિવાર સુધી પકડી રાખવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તેણી પર દુષ્કર્મ થયાની પુષ્ટિ થઈ છે. પોલીસે આ ગુનામાં આઈપીસીની સંબંધીત કલમો લગાવીને વધુ તપાસ હાથ ધરી છે. યુવક અને યુવતી પાસેથી માહિતી મેળવીને પોલીસે તમામ આરોપીઓને ઝડપવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter