GSTV

દરરોજ 109 અને 1 કલાકમાં 5 દીકરી પર થાય છે બળાત્કાર, 4 લાખ બળાત્કારના કેસમાં એક પણ નરાધમને નથી થઈ ફાંસી

હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટનામાં ફરી એકવાર દેશ એક થયો છે અને બળાત્કારીઓને ફાંસીની સજાની માગ કરી રહ્યો છે. મહિલાઓની સુરક્ષા અંગે ફરી સવાલો ઉભા થયા છે. લોકોએ રસ્તાઓ પર ઉતરીને નરાધમોને ફાંસીની સજા આપવા માટે સરકાર પર પ્રેશર ઉભું કર્યું છે. પણ શું તમે જાણો છો કે ભારતમાં ક્યારે અને કયા બળાત્કારીને ફાંસીની સજા અપાઈ છે.

15 વર્ષ પહેલાં અપાઈ હતી ફાંસીની સજા

14 ઓગસ્ટ 2004 આ એક તારીખ છે જે દિવસે એક બળાત્કારીને સરકારે ફાંસી આપી હતી. સગીર છોકરી સાથે બળાત્કાર બાદ હત્યાના કેસમાં ધનંજય ચેટર્જીને ફાંસી અપાઈ હતી. ધનંજયને કલકત્તાની અલીપુર જેલમાં ફાંસીના માંચડે લટકાવી દેવાયો હતો. જે બાબતને 15 વર્ષ થઈ ગયા છે. ત્યારથી લઇને આજ દિવસ સુધી લગભગ 4 લાખ બળાત્કારના કેસ નોંધાયા છે પણ આ 15 વર્ષમાં એક પણ બળાત્કારીને ફાંસીની સજા ન થતાં બળાત્કારના કેસોમાં વધારો થતો રહ્યો છે. ધનંજય સમયે મનમોહન સિંહની સરકાર હતી અને કલામ હતા રાષ્ટ્રપતિ. ધનંજય ચેટર્જીએ પણ દયાની ભીખ માગી હતી પણ કલામે તેની અરજી ફગાવી દીધી હતી.

નિર્ભયાના આરોપીને પણ નથી મળી ફાંસી

હૈદરાબાદમાં મહિલા ડોકટરની સાથે થયેલી બર્બરતા બાદ ફરી એક વખત નિર્ભયા ગેંગ રેપની ચર્ચાએ જોર પકડ્યું છે. દેશભરના લોકોને હચમચાવનાર નિર્ભયા ગેંગરેપને સાત વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી તેના દોષિતોને ફાંસીની સજા નથી મળી. નિર્ભયા કેસમાં નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટે આ દોષિતોને ફાંસીની સજા ફરમાવી છે પરંતુ તેને સજા નથી મળી. એક તરફ નિર્ભયાના દોષિતોને ફાંસી વ્હેલામાં વ્હેલી તકે તેવી માગે જોર પકડ્યું છે તો બીજી તરફ એશિયાની સૌથી મોટી જેલમાંની એક તિહાર જેલ પાસે જલ્લાદ જ ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ છે કે દોષિતોને ફાંસીની સજા કઈ રીતે આપવામાં આવશે. કોર્ટમાંથી ડેથ વોરંટ ઈશ્યૂ થયા બાદ દોષિતોને ફાંસી પર લટકાવવાનો રસ્તો સાફ થઈ જશે. ફાંસી મેળવનાર ચાર દોષિતોમાંથી એક માત્ર વિનયે જ દયા અરજી દાખલ કરી છે.

આ દેશોમાં આવા છે કાયદાઓ

  • સાઉદીમાં રેપના આરોપીનો પ્રાઈવેટા પાર્ટ કાપી નાખવામાં આવે છે.
  • અમેરિકામાં ઝેરનું ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવે છે.
  • યૂએઇમાં બળાત્કારીને એક સપ્તાહમાં જ ફાંસી આપવામાં આવે છે.
  • ચીનમાં ડીએનએ મેચ થતાં સીધી જ ફાંસી આપી દેવાય છે.
  • જર્મનીમાં ગેસ ચેમ્બરમાં બળાત્કારીઓને ધકેલી દેવાય છે.
  • કેટલાય દેશોમાં આરોપીને ઇલેક્ટ્રીક ખુરશી પર બેસાડીને 2 હજાર વોટનો અપાય છે કરંટ

4 નેતાઓ સામે બળાત્કારના કેસ

દેશમાં દર વર્ષે 40 હજાર, દરરોજ 109 અને 1 કલાકમાં 5 છોકરીઓ સાથે બળાત્કાર થાય છે. ભારતમાં જીડીપી ઘટે તો હોબાળો થાય છે પણ એવું ક્યારેય થયું નથી કે બળાત્કારના કેસોમાં ઘટાડો થયો હોય. દેશભરમાં હાલમાં જુદાજુદા કાયદાઓ અંતર્ગત 3 કરોડ કેસો ચૂકાદો આવવાની પ્રતિક્ષા કરી રહયા છે. જેમાં 3 લાખ કેસો તો દેશની અલગ અલગ 21 હાઈકોર્ટમાં ચૂકાદાની રાહ જોઈ રહ્યાં છે. આ કેસોમાં દોઢ લાખ કેસ તો ફક્ત બળાત્કારના છે. દેશની લોકસભા અને વિધાનસભામાં બેસેલા 30 ટકા નેતાઓ સામે કેસ થયેલા છે. જેમાં 51 પર તો મહિલાઓ સામેના ગુનાઓ નોંધાયેલા છે. 4 નેતાઓ સામે બળાત્કારના કેસ છે.

Related posts

બુલેટ ટ્રેન : મોદીએ આ પ્રોજેક્ટને બચાવવા જયશંકરને ઉતાર્યા મેદાને

pratik shah

પી.કે. ની ખોટ પૂરવા નીતિશે છ મહારથીને ઉતાર્યા, આ વ્યૂહકારો ઘડી રહ્યાં છે ચૂંટણીના જ્ઞાતિ સમીકરણો

Karan

કમલનાથને મંગળ ફરશે: મંગળવારે જાહેરાત, મંગળવારે મતદાન અને મંગળવારે પરિણામ, બધુ જ મંગળ કરી દેશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!