GSTV

ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો યુવતી પર ગેંગરેપ, રિવોલ્વરની અણીએ કારમાં પીંખી નાખી

રાજકોટના કોટડા સાંગાણીના રામોદ ગામે અપહરણ બાદ દુષ્કર્મની ઘટના બની છે અને રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદના સરપંચ પુત્ર અમિત પડાળીયા પર આરોપ લાગ્યો છે. આ ઉપરાંત તેના બે મિત્રો વિપુલ સેખડા તેમજ શાંતિ પડાળીયા કે જે કોંગ્રેસ તાલુકા પંચાયતના સભ્ય છે તેમની પર પણ આરોપ લાગ્યા છે. બંદૂકની અણીએ સફેદ રંગની કારમાં અપહરણ કરવામાં આવ્યુ અને દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ અંગે ફરિયાદ નોધાઈ છે. આમ યુવતીની આબરૂ લૂંટવામાં ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ સાથે આવી ગયા હતા.

આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી

પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમજ આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. સમગ્ર મામલે એસપી બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, રામોદ ગામની એક યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ અપહરણ કર્તાઓ એ ચાલુ કારમાં રિવોલ્વરની અણીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું.. જે બાદ અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના બે મિત્રોએ પણ બળજબરીપૂર્વક યુવતી સાથી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી કક્ષાના મહિલા અધિકારી કરી રહ્યા છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તેને ધમકી આપી હતી કે, દુષ્કર્મની વાત તે કોઈને પણ કેસે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. ત્યારે દુષ્કર્મના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

યુવતી ઘરે એકલી હોય ત્યારે આ ત્રણેય શખ્સો આવ્યા

સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ આરોપી અમિતે રિવોલ્વર બતાવી કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતીને હાલ ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી છે. પોલીસે ત્રણેય વિરૂદ્ધ IPC કલમ 363, 376 (ડી), 376 (2) (N), 504, 506 (2), 114 તથા જીપી એક્ટ કલમ 37(1), 135 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) W, 3 (2) તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1) બી.એ. મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવતી ઘરે એકલી હોય ત્યારે આ ત્રણેય શખ્સો આવ્યા હતા અને અપહરણ કર્યું હતું.

READ ALSO

Related posts

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

કોરોના : RBIના પૂર્વ ગવર્નર અને જાણીતા આંકડા શાસ્ત્રી રઘુરામ રાજને ભારતને આપી આ ચેતવણી

pratik shah

કોરોના: યુએસ પ્રમુખ ટ્રંપે ધમકી ભર્યા સૂરમાં જણાવ્યું, જો ભારત દવાનો સપ્લાય ના કરતું તો કરારો જવાબ મળ્યો હોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!