GSTV

મનગમતી છોકરી સાથે કરો બળાત્કાર અને બનાવી લો પત્ની, નહીં થાય કોઈ સજા

તુર્કીમાં છેલ્લા ઘણા સમયથી એક વિવાદસ્પદ કાયદા બાબતે બબાલ મચ્યો છે. તુર્કીની સંસદમાં આ મહિનાનાં અંતમાં રજૂ થવાવવાળું આ બિલ 18 વર્ષથી નાની ઉંમરની કિશોરી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમો પર આધારિત છે. આ કાનૂનનો વિરોધ કરી રહેલા લોકો હવે રસ્તા પર આવી ગયા છે. કથિત મેરેજ યોર રેપિસ્ટ કાયદાનાં અંતર્ગત આ બબાલ મચ્યો છે. આ કાયદાને તૂર્કીની સસદમાં પાસ કરવાની પૂર જોશમાં તૈયારી ચાલી રહી છે.

આ બિલને લઈને મહિલા અધિકારોનાં પ્રચારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કાયદા હેઠળ કોઈ નરાધમ બળાત્કાર પિડીતા સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય તો તેને છોડી મૂકવામાં આવશે.જાણકારોનું કહેવું છે કે આ કાયદો ના કેવલ બાળ લગ્ન અને કાયદાની રીતે બળાત્કારને વધુ વેગ આપશે, અને બાળકો સાથે થતી હિંસા અને યૌન શોષણની તમામ ગતિવિધિયોને પણ મજબુત કરશે. વિપક્ષી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી પણ સરકારનાં આ અનૈતિક કાયદાનો સતત વિરોધ કરી રહ્યા છે.

આ કાયદો 18 વર્ષથી ઓછીં ઉંમરની કિશોરીઓ સાથે બળાત્કાર કરવાવાળા નરાધમોનો બચાવ કરશે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સિયોએ પણ મેરી યોર રેપિસ્ટને લઈને ગંભીર ચેતાવણી જાહેર કરતા જણાવ્યું કે જેનાથી બાળકોનાં શોષણની પણ સમસ્યા થશે. સાથે સાથે પીડીતોને પોતાનાં હમલાવરોથી ગંભીર દુર્વ્યવહારનો અને સંકટનો પણ સામનો કરવો પડશે.

મિડલ ઈસ્ટ સહિત પાકિસ્તાન, ઉત્તર આફ્રિકા અને અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં અધિકારો અને તેમનાં સંરક્ષણનો મુદ્દો ઉઠાવનારી સામાજીક કાર્યકર્તા સાઉદ અબુ-દય્યૈહે પણ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે ખૂબ આશ્ચર્યની વાત એ છે કે રાજનેતા પોતે એક એવા બિલનું સમર્થન કરી રહ્યા છે કે જે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવાવાળા અપરાધીઓને માફી આપે છે.

READ ALSO

Related posts

કોરોના સામે લડવા માટે પીએમ મોદીના માતા હીરાબાએ પણ ગાંઠની બચતના રૂપિયા કર્યા દાન

Karan

શું સંભોગ કરવાથી કે પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે Corona? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ્સ

Arohi

PM મોદીના એક ટ્વીટ પર આવું હતું ઈવાંકા ટ્રમ્પનું રિએક્શન, શેર કરીને બોલ્યા કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!