GSTV
Home » News » યુપીમાં બે યુવતી પર રેપ, એકને જીવતી સળગાવી, ઓડિશા – મહારાષ્ટ્રમાં રેપ બાદ હત્યા

યુપીમાં બે યુવતી પર રેપ, એકને જીવતી સળગાવી, ઓડિશા – મહારાષ્ટ્રમાં રેપ બાદ હત્યા

દેશમાં હૈદરાબાદ અને ઉન્નાવમાં બે યુવતીઓ પર રેપ બાદ જીવતી સળગાવી હત્યા કરવાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે તે બાદ પણ સરકારો દ્વારા મહિલા સુરક્ષાના કોરા દિલાસા જ આપવામાં આવી રહ્યા છે. કેમ કે આકરા પગલાઓ લઇશુંના સરકારના દાવા વચ્ચે પણ રેપની ઘટનાઓ જારી છે.

ઉત્તર પ્રદેશમાં જ ફતેહપુરમાં એક 22 વર્ષીય યુવતી પર રેપ કરવામાં આવ્યો હતો, બાદમાં તેને જીવતી જ સળગાવી દેવામાં આવી હતી. પીડિતા પણ ઉન્નાવની પીડિતાની જેમ 90 ટકા બળી ગઇ છે જેને પગલે તેની બચવાની શક્યતાઓ ઓછી હોવાનું ડોક્ટરોએ કહ્યું છે. ફતેહપુરમાં જ્યારે આ યુવતી તેના ઘરે એકલી હતી ત્યારે જ તેના એક દુરના સગા ઘરમાં ઘુસી ગયા હતા અને તેણે રેપ ગુજાર્યા બાદ તેને સળગાવી દીધી હતી. પાડોશીઓને આ યુવતીની ચીસો સંભળાતા તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યારે ઉત્તર પ્રદેશમાં જ મુઝફ્ફરનગરમાં એક 16 વર્ષીય સગીરા પર બે શખ્સોએ રેપ ગુજાર્યો હતો. પોલીસે સલમાન અને પરવેઝ નામના બન્ને બળાત્કારીઓની ધરપકડ કરી લીધી છે.

ઓડિશામાં પણ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જેવી જ ઘટના સામે આવી છે. અહીં એક 16 વર્ષની સગીરાનું અપહરણ કરીને તેના પર રેપ ગુજારવામાં આવ્યો હતો, બાદમાં તેની હત્યા કરી નરાધમો ફરાર થઇ ગયા હતા. આ સગીરાનો મૃતદેહ ગ્રામજનોને ખેતરમાંથી મળી આવ્યો હતો જેથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો. મધ્ય પ્રદેશમાં માત્ર 10 વર્ષની બાળકી પર રેપની ઘટના સામે આવી છે. પાંચમી ડિસેમ્બરના રોજ સ્કૂલના ટોઇલેટમાં જ રેપ ગુજારવામાં આવ્યો હતો, બળાત્કારી પણ એક વિદ્યાર્થી હતો.

મહારાષ્ટ્રમાં એક 15 વર્ષની સગીરા પર તેના સાવકા પિતાએ જ રેપ કર્યો અને બાદમાં હત્યા કરી હતી. આ ઘટનાને અંજામ આપીને નરાધમ બાદ નાસી છુટયો છે. આ સગીરાનો મૃતદેહ તેની બહેનને મળી આવ્યો હતો, તપાસમાં સામે આવ્યું હતું કે આ યુવતી સાથે તેના સાવકા બાપે જગડો કર્યો હતો. પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે સાવકા બાપ વિરૂદ્ધ રેપ અને હત્યાનો કેસ દાખલ કર્યો છે. જોકે હજુસુધી તે ઝડપાયો નથી. આમ એક જ દિવસમાં રેપની આશરે પાંચથી વધુ ઘટનાઓ સામે આવી હતી જેમાં હવે રેપ બાદ પીડિતાની સીધી હત્યા જ કરી દેવામાં આવે છે જે અતી ચિંતાજનક બાબત બની રહી છે. હાલમાં જ રેપ બાદ જીવતી સળગાવી નાખવાની ઘટનાઓએ પણ જોર પકડયું છે. કડક કાયદા તો બનાવ્યા તેમ છતા દેશની બેટીઓ અસલામત છે.

મ. પ્રદેશમાં બે વર્ષથી બાળકી પર રેપ કરનારો પિતા પકડાયો

મ. પ્રદેશના નીમુચ જિલ્લામાં આઠ વર્ષની બાળકી પર પિતાએ રેપ કર્યો હતો. પાડોશીઓની ફરિયાદના આધારે પોલીસે આ મામલે નરાધમ બાપની ધરપકડ કરી લીધી છે. બાળકીએ પોલીસને જણાવ્યું છે કે બે વર્ષથી મારો બાપ મારા પર દારૂ પીધા બાદ રેપ ગુજારતો હતો.પોલીસે જણાવ્યું હતું કે આ શખ્સે અન્ય યુવતીઓ પર પણ રેપ કર્યો હોવાની શંકા છે જેને પગલે તની પૂછપરછ ચાલી રહી છે. આ અતી શરમજનક ઘટના સામે આવ્યા બાદ પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે.

શરમનજક : બાપે પુત્રીને ગર્ભવતી બનાવી, દોષીત જાહેર

મેંગાલુરૂમાં એક 36 વર્ષીય શખ્સે 2016માં તેની પુત્રી પર જ રેપ કર્યો હતો. આ મામલે કોર્ટે નરાધમ બાપને દોષીત જાહેર કર્યો છે. પોતાની જ પુત્રી પર અનેક વખત તેણે રેપ કર્યાનું પુરવાર થયું હતું. કિશોર ભય્યા નામનો આ શખ્સ તેની પત્નિને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી ત્યારે પુત્રી પર રેપ કરતો રહ્યો. બાદમાં જો કોઇને પણ જાણ કરી તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

સતત રેપને પગલે આ યુવતી ગર્ભવતી થઇ ગઇ હતી અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં પત્નીએ જ આરોપી પતિ વિરૂદ્ધ રેપની ફરિયાદ દાખલ કરાવી હતી. ડીએનએ ટેસ્ટમાં પણ પુરવાર થયું હતું કે આ યુવતી પર તેના જ બાપે રેપ કર્યો હતો અને તેને બાળકી જન્મી હતી. આ મામલે ઓછામાં ઓછી 20 વર્ષની કેદની શક્યતાઓ છે.

READ ALSO

Related posts

સુલેમાની અમેરિકા વિશે અપમાનજનક વાતો કરી રહ્યો હતો એટલે જ મારવાનો આદેશ આપવો પડ્યો

Mayur

‘કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી શકે તો આ કેમ નહીં ?’ કહી કર્ણાટક અને મહારાષ્ટ્ર બોર્ડરનો વિવાદ શિવસેનાએ અમિત શાહ પર ઢોળી દીધો

Mayur

કોંગ્રેસ ભોઠી પડી : ખૂદ એમના જ કદાવર નેતાએ નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!