GSTV
Home » News » બાળકો સાથે બળાત્કાર કરનારને મળશે ફાંસીની સજા : કાયદો બદલાશે

બાળકો સાથે બળાત્કાર કરનારને મળશે ફાંસીની સજા : કાયદો બદલાશે

દેશમાં સગીરો સાથે થઈ રહેલી બળાત્કારની ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે પોક્સોના કાયદામાં પરિવર્તન કરવાનું શરૂ કરી દીધુ છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે 12 વર્ષ સુધીના બાળકો સાથે બળાત્કાર કરનારા દોષિતોને ફાંસીની સજાની જોગવાઈ કરવા માટે તેમણે પોક્સો એક્ટમાં પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરી છે. માસૂમો સાથે બળાત્કારના મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે પોતાનો લેખિત જવાબ સોંપ્યો છે. મહત્વપૂર્ણ છે કે માસૂમો સાથે બળાત્કારના દોષિતોને ફાંસીની સજા આપવાની માગણી લાંબા સમયથી ઉઠી રહી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી 27 એપ્રિલે હાથ ધરશે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં કઠુઆમાં આઠ વર્ષની બાળકીના ગેંગરેપ અને મર્ડર, સૂરતમાં 11 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને ઉન્નાવની ગેંગરેપની ઘટના બાદ દેશભરમાં સગીરો સામેની જાતીય ગુનાખોરી મામલે આકરામાં આકરી સજાની માગણી ઉઠી છે.

CRICKET.GSTV.IN

ઉલ્લેખનીય છે કે, ઉનાવા રેપકાંડમાં ભાજપના ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગર પર દુષ્કર્મ અને દુષ્કર્મ પીડિતાના પિતાની જેલમાં હત્યાના આરોપ લગાવ્યા છે. આ સિવાય ઉનાવાના માખી ગામની ઘટનાએ અને ધારાસભ્ય વિરૂદ્ધ બાંગરમઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ સમગ્ર દેશનું ધ્યાન આ કેસ તરફ કેન્દ્રિત થયુ હતું. આ સિવાય દેશમાં ઉપરાછાપરી બનેલી રેપની ઘટનાના કારણે લોકોએ શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન કરી સરકારની ટીકા પણ કરી હતી.

આ કાયદા વિેશે ભાજપના મેનકા ગાંધીએ પણ હકારાત્મક સૂચન આપતા કહ્યું છે કે, તેમનું મંત્રાલય બાળકો સાથે દુષ્કર્મના દોષિત માટે મૃત્યુદંડની સજાની જોગવાઈ માટે પોક્સો એક્ટમાં સંશોધનની માગ પર વિચાર કરી રહી છે. જોકે તમામ વિરોધ અને બાળકો સાથે વધતા દુષ્કર્મના મામલે કેન્દ્ર સરકારે મહત્વના પગલાં લઈને પોક્સો એક્ટમાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે.

Related posts

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

ઝિમ્બાબ્વેમાં મોંઘવારી આસમાને પહોંચી, એક રાતમાં બ્રેડની કિંમતમાં 60 ટકા વધારો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!