GSTV
Home » News » કેન્સર સામે ઝઝૂમતી સોનાલીની તાકાત બન્યો 12 વર્ષનો દીકરો રણવીર

કેન્સર સામે ઝઝૂમતી સોનાલીની તાકાત બન્યો 12 વર્ષનો દીકરો રણવીર

મુંબઇ:એક્ટ્રેસ સોનાલી બેંદ્રે હાઈગ્રેડ કેન્સરની સારવાર માટે ન્યૂયોર્કમાં છે. સોનાલીની બીમારીની ખબર તેના ચાહકો અને મનોરંજન જગત માટે આઘાતજનક હતી. થોડા દિવસ પહેલા જ સોનાલીએ બીમારી બાદની પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સોનાલી હવે પોતાના દીકરા સાથેની તસવીર શેર કરી છે. ફોટો સાથે સોનાલીએ ઈમોશનલ કેપ્શન પણ લખ્યું છે. નવી તસવીરમાં સોનાલીના વાળ પહેલા કરતાં વધુ નાના દેખાઈ રહ્યા છે. આ મુશ્કેલ ઘડીમાં સોનાલીનો દીકરો તેને સૌથી વધુ સપોર્ટ કરી રહ્યો છે.

ફોટો શેર કરતાં સોનાલીએ લખ્યું કે, “12 વર્ષ, 11 મહિના અને 8 દિવસ પહેલા તું જન્મ્યો હતો. ત્યારથી તે દિવસ મારા માટે ખાસ છે. તારી ખુશી અને ઈચ્છાઓ જ મારા અને ગોલ્ડી માટે બધું જ છે. જ્યારે મને કેન્સર વિશે જાણ થઈ ત્યારે અમને એ જ ચિંતા હતી કે દીકરાને આ વાત કેવી રીતે જણાવીશ. તે આ બાબતે કઈ રીતે રિએક્ટ કરશે. અમારા માટે અમારા દીકરાને આ વાત જણાવવી સૌથી અગત્યનું હતું. અમે હંમેશા તેને દરેક વાત કહી છે અને સત્ય કહ્યું છે. આ વખતે પણ અમારે તે કરવાનું જ હતું.”

સોનાલીએ લખ્યું કે, “મારા દીકરાએ આ વાતને પરિપક્વતાથી સંભાળી. તેણે મને આ કપરા સમયમાં લડવાનો જુસ્સો આપ્યો. ઘણીવાર તે મારા પેરેન્ટ્સની જેમ મારી સારસંભાળ રાખે છે. આજકાલ હું મારા દીકરા સાથે તેનું સમર વેકેશન વિતાવી રહી છું. તેના સકારાત્મક વિચાર મને તાકાત આપે છે.”

તમને જણાવી દઈએ કે, સોનાલીએ થોડા દિવસ પહેલાં જ તેના માટે દુઆ માગનારા તમામનો આભાર માન્યો હતો. સોનાલીના ફેન્સ અને બોલિવુડ સેલિબ્રિટીઝ તે જલ્દી સાજી થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. સોનાલીએ લખ્યું હતું કે, “દરેક પ્રકારના કેન્સર સામે લડી રહેલા લોકો મારી સાથે પોતાના અનુભવ શેર કર્યા છે. તે તમામની કેન્સરની કહાનીઓ સાંભળીને મને ફાઈટ કરવાની તાકાત મળી છે.”

સોનાલીને બીમારી સામે લડવા માટે મનીષા કોઈરાલા અને લીઝા રેએ ખાસ મેસેજ આપ્યો છે. સોનાલી કેન્સર સામે બહાદુરીથી લડી રહી છે. તેણે શેર કરેલી તસવીરોમાં તે જોઈ શકાય છે.

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!