બોલીવુડમાં પોતાની એનર્જેટિક પર્ફોરમન્સ માટે રણવીર સિંહ જાણીતો છે. તેને એનર્જીનું પાવર હાઉસ કહેવામાં આવે છે. તે પોતાના પાત્રમાં પોતાનો જીવ રેડી દે છે. દિલ્હીના યુવાનની ભુમિકા હોય કે પછી અલાઉદ્દીન ખિલજીની ભુમિકા હોય, આ દરેક પાત્રને ન્યાય આપવા માટે તે લુકથી લઇને ભાષા જેલા તમામ મહત્વપૂર્મ પાસાઓ પર કામ કરે છે. ટૂંક સમયમાં રિલિઝ થવા જઇ રહેલી ફિલ્મ પદ્માવતમાં તે અલાઉદ્દીન ખિલજીની ભુમિકા ભજવી રહ્યો છે. હવે તેણે પોતાની નવી ફિલ્મ ગલી બોયનું શુટિંગ શરૂ કરી દીધું છે. આ બંને પાત્રોને ન્યાય આપવા માટે રણવીર સિંહે પોતાના લુક પર જે કામ કર્યું છે તે ખરેખર કાબીલ-એ- તારીફ છે.
#padmaavat —> #gullyboy pic.twitter.com/6GFJAzPChf
— Ranveer Singh (@RanveerOfficial) January 19, 2018
અલાઉદ્દીન ખિલજીના પાત્ર માટે રણવીરે ખાસ્સો પરસેવો પાડવો પડ્યો હતો. તેણે આ પાત્ર માટે ખાસ્સુ બોડી બિલ્ડઅપ કર્યું હતું. હવે તેણે પોતાની નેક્સ્ટ ફિલ્મ ગલી બોય માટે ખાસ્સુ વજન ઘટાડ્યું છે. આ ફિલ્મમાં તે ઝુંપડીમાં રહેતા યુવાનની ભુમિકા ભજવી રહ્યો છે.
ગલી બોયનું ડાયરેક્શન ઝોયા અખ્તર કરી રહી છે અને દિલ ધડકને દો બાદ આ બીજી ફિલ્મ છે જેમાં રણવીર અને ઝોયા સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં પહેલી વખત રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ ફિલ્મ માટે રણવીરે ફક્ત વજન જ નથી ઘટાડ્યું પરંતુ તેણે પોતાની દાઢી પણ ટ્રીમ કરાવી છે. આ ફિલ્મમાં રણવીર એક રૈપર તરીકે પણ જોવા મળશે. આ ફિલ્મની કથા એક એવા યુવકની છે જે મુંબઇના સ્લમ વિસ્તારમાં રહેતો હોય છે અને પછી તે એક ફેમસ રૈપર બને છે.