GSTV
Home » News » રણવીરસિંહ ફરી એક વાર જોવા મળશે ગુજરાતી યુવકની ભૂમિકામાં, સોશિયલ મીડિયા પર એનાઉન્સમેન્ટ કર્યું

રણવીરસિંહ ફરી એક વાર જોવા મળશે ગુજરાતી યુવકની ભૂમિકામાં, સોશિયલ મીડિયા પર એનાઉન્સમેન્ટ કર્યું

રણવીરસિંહે તેની આવનારી ફિલ્મનું એનાઉન્સમેન્ટ કર્યું છે. આ ફિલ્મમાં રણવીર એક ગુજરાતી યુવકની ભૂમિકા કરશે. તેણે મજાકવાળા અંદાજમાં સોશિયલ મીડિયા પર એનાઉન્સમેન્ટ કર્યું હતું.

રણવીરસિંહે તેની એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, આ જાદુઈ સ્ક્રિપ્ટ છે. તેની આવનારી ફિલ્મ જયેશભાઈ જોરદારનું એનાઉન્સમેન્ટ કરીને ખૂબ જ ખુશ છે. તે ઉપરાંત તેણે એક વીડિયો પણ પણ શેર કર્યો છે, જેમાં રણવીરની સાથે જયેશભાઈ જોરદારના નિર્દેશક દિવ્યાંગ ઠક્કર પણ જોવા મળે છે. આ વીડિયોમાં રણવીરસિંહ નિર્દેશક દિવ્યાંગ ગુજરાતી ભાષામાં વાત કરતાં જોવા મળે છે.

વીડિયોમાં રણવીર દિવ્યાંગને પૂછે છે હેલો યંગ મેન, નામ શું છે તારું…તેના જવાબમાં દિવ્યાંગ કહે છે કે મારું નામ દિવ્યાંગ ઠક્કર છે. રણવીર તેને આગળ પૂછે છે કે આ પહેલાં કોઈ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. તો તેના જવાબમાં દિવ્યાંગ કહે છે ના નથી કરી, આ મારી પહેલી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશક દિવ્યાંગ કરી રહ્યો છે તે એક ગુજરાતી નિર્દેશક અને લેખક છે. આ તેની પહેલી ફિલ્મ છે. ફિલ્મનું નિર્માણ યશરાજ બેનર કરી રહી છે. રણવીરે કહ્યું કે, આ ફિલ્મ સાથે જોડાઈને હું ઘણો ખુશ છું.

જયેશભાઈ ફિલ્મનો કોન્સેપ્ટ બહુ જ અલગ અને ખાસ છે. રણવીરસિંહ હાલમાં તેની ફિલ્મ 83ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે માટે પ્રખ્યાત ક્રિકેટર ખેલાડી કપિલદેવ બનવાની તાલીમ લઈ રહ્યો છે. ફિલ્મ 1983 ક્રિકેટ વર્લ્ડ કપમાં મળેલી ઐતિહાસિક જીત પર આધારિત છે. ફિલ્મમાં રણવીર ઉપરાંત પંકજ ત્રિપાઠી, સાકિબ સલીમ અને ચિરાગ પાટિલ પણ છે. રણવીર ફિલ્મ 1983 પછી તેની આગામી ફિલ્મ જયેશભાઈ જોરદારનું શૂટિંગ કરશે.

Read Also

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!