વેલેન્ટાઇન ડે પર રણવીર દીપિકાને આપશે મોટુ સરપ્રાઇઝ, કરી છે આ ખાસ તૈયારીઓ

રણવીર સિંહના સિતારાઓ આજકાલ બુલંદીઓ પર છે. ગત વર્ષના અંતમાં રીલીઝ થયેલી ફિલ્મ સિમ્બાએ બૉક્સ ઑફિસ પર તહેલકો મચાવી દીધો હતો અને હવે આ વર્ષની તેની પહેલી ફિલ્મ ગલી બૉય ધૂમ મચાવવા માટે તૈયાર છે.

રણવીર હાલ પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરંતુ આટલું બીઝી હોવા છતાં તે પોતાની પત્ની દીપિકા માટે સમય કાઢવાનું ચુકતો નથી. તેણે દીપિકા સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવાની પૂરી તૈયારી કરી લીધી છે.

દીપિકા સાથે સેલીબ્રેટ કરશે વેલેન્ટાઇન

રણવીરે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે પોતાના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે શું કરવાનો છે. રણવીરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે વેલેન્ટાઇન ડે પર પોતાની પત્ની સાથે ફિલ્મ ગલી બૉયની સ્ક્રીનીંગ એન્જોય કરશે. રણવીર લગ્ન બાદના પહેલા વેલેન્ટાઇન પર ફિલ્મની સ્ક્રીનીંગમાં બીઝી રહેશે.

જણાવી દઇ કે તાજેતરમાં જ આયોજિત બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં પણ રણવીરે ખૂબ વાહવાહી મેળવી હતી. તેણે આ દરમિયાન સ્ટેજ પર લોકો તરફ ફૂલ ફેંકવાનું શરૂ કરી દીધું હતુ. રણવીરની ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થવા જઇ રહી છે. રણવીર આ ફિલ્મમાં એર રૅપરની ભુમિકામાં છે. તેની સાથે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ જોવા મળશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter