પોતાની નવવધુ દીપિકા માટે ‘ડીજે બાબૂ’ બની ગયો રણવીર સિંહ, તમે જ જોઇ લો Video

બોલીવુડના સૌથી રોમેન્ટિક કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાના મુંબઇ રિસેપ્શનમાં મસ્તીના મૂડમાં જોવા મળ્યાં. રણવીર હંમેશાની જેમ જ પોતાના મસ્તમૌલા અંદાજમાં જોવા મળ્યો. બુધવારે આયોજિત રિસેપ્શનની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. તેમાંથી જ એક વીડિયો ખૂબ જ ખાસ છે. વીડિયોમાં રણવીર ડીજે અવતારમાં જોવા મળ્યો.


ફેન ક્લબ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં રણવીર મસ્તીભર્યા મૂડમાં જોવા મળ્યો. રણવીરનો આ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.


દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન બે જુદા-જુદા રીતિ-રિવાજથી થયા છે. ઇટલીમાં કોંકણી અને સિંધી વિધીથી લગ્ન કર્યા બાદ બેંગલુરૂમાં રિસેપ્શન અને મુંબઇમાં એક આફ્ટર વેડિંગ સેલિબ્રેશન કરી રહ્યાં છે.બોલુડની મસ્તાની અને સિંબાના લગ્નનું આજે વધુ એક રિસેપ્શનનું આયોજન કરાયું હતું.


આ રિસેપ્શનમાંથી દિપિકા અને રણવીર સિંહના લુકની પ્રથમ તસવીર સામે આવી છે. તેમના લગ્નના આ રિસેપ્શનમાં દીપિકા અને રણવીર બંને વાઇટ અને ગોલ્ડન કોમ્બિનેશન ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. આ રિસેપ્શન મુંબઇની ગ્રેંડ હયાત હોટલમાં થઇ રહ્યું છે.


મળતી જાણકારી અનુસાર આજના રિસેપ્શનમાં આ જોડીના નજીકના મિત્રો, સંબંધીઓ અને મીડિયાના લોકો માટે રાખવામાં આવ્યું છે. દીપિકા અત્યારે સુધીના તેના દરેક વેડિંગ ફંક્શનમાં ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીના જ ડ્રેસમાં જોવા મળી રહી છે.


28 નવેમ્બર બાદ 1 ડિસેમ્બરે મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં દીપવીર એક શાનદાર પાર્ટી આપવાના છે. 1 ડિસેમ્બરે આયોજિત પાર્ટીમાં બોલીવુડની તમામ જાણીતી હસ્તીઓ શામેલ થઇ શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter