Video: આ શું? રણવીર સિંહે કરી આવી છોકરમત, સીધો મહિલાઓ પર કૂદી પડ્યો

બોલીવુડના એનર્જેટિક એક્ટર રણવીર સિંહ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ગલી બૉય’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ રણવીર સિંહ લેકમે ફેશન વીક 2019નો હિસ્સો બન્યો. તેવામાં રણવીર સિંહ શૉના અંતિમ દિવસે ‘ગલી બૉય’ની ટીમ અને શહેરના ટોચના ગાયકો સાથે રેમ્પ કરતો નજરે પડ્યો.  રેમ્પ દરમિયાન રણવીરે કંઇક એવું કર્યુ કે સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા થઇ રહી છે.

હકીકતમાં આ દરમિયાન સ્ટેજ પરથી રણવીર સિંહ ભીડ પર છલાંગ લગાવી દીધી. જેના કારણે તેની અનેક ફિમેલ ફેન્સ ઘાયલ થઇ છે. ભીડ વધુ હોવાના કારણે તે યુવતીઓ ઘાયલ થઇ છે અને આ જ કારણે રણવીર સિંહને સોશિયલ મીડિયા યુઝર્સ ખરીખોટી સંભળાવી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર રણવીરનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ફિમેલ ફેન્સ ભીડ વચ્ચે દબાયેલી નજરે પડી રહી છે. ફોટોમાં પણ જોઇ શકાય છે કે ફિમેલ ફેનના માથા પર ઇજા થઇ છે.

કેટલાંક યુઝરે તો રણવીરને સલાહ પણ આપી દીધી છે કે આવી છોકરમત ન કરે અને થોડો મોટો થઇ જાય. તેવામાં કેટલાંક લોકોનું કહેવું છે કે રણવીર અટેન્શન મેળવવા માટે આવી હરકતો કરતો રહે છે. જ્યારે કેટલાંક લોકોનું કહેવું છે કે રણવીરે પૈસા માટે છલાંગ લગાવી હતી.

જણાવી દઇએ કે આવું પહેલીવાર નથી બન્યું જ્યારે રણવીરે ભીડ પર છલાંગ લગાવી હોય. પહેલાં પણ ફિલ્મ પ્રમોશન દરમિયાન દરીર સિંહ ફેન્સ પર છલાંગ લગાવી ચુક્યો છે. ફિલ્મ સિમ્બાના પ્રમોશન દરમિયાન પણ રણવીર સિંહે ડાઇવ લગાવી હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયાં હતા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter