GSTV
Home » News » આ શું? એવું તો શું થયું કે દીપિકાએ બેટ લઇને રણવીરને ધોઇ નાંખ્યો! જુઓ મજેદાર Video

આ શું? એવું તો શું થયું કે દીપિકાએ બેટ લઇને રણવીરને ધોઇ નાંખ્યો! જુઓ મજેદાર Video

બોલીવુડમાં પોતાની ઉમદા એક્ટિંગ સ્કીલ માટે જાણીતો રણવીર સિંહ આજકાલ પોતાની આવનારી ફિલ્મ ’83’ને લઇને ચર્ચામાં છે. રણવીર હાલ લંડનમાં આ ફિલ્મનું શુટિંગ કરી રહ્યો છે. ફિલ્મમાં રણવીર કપિલ દેવના રોલમાં નજરે આવશે.

અગાઉ એવી ચર્ચા થઇ રહી હતી કે રણવીરની રીયલ લાઇફ વાઇફ દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં તેની રીલ લાઇફ પત્ની બનશે. હવે દીપિકાએ જ પોતે કન્ફર્મ કર્યુ છે કે તે આ ફિલ્મ કરવા જઇ રહી છે.

રણવીરે ટ્વિટ કરીને જણાવ્યું કે દીપિકા 83ની ટીમમાં સામેલ થઇ ગઇ છે. અન્ય એક ટ્વિટમાં રણવીરે લખ્યું કે, મારી પત્ની કરતાં મારી પત્નીનો રોલ બીજુ કોણ સારી રીતે કરી શકે? દીપિકા 83માં રોમી દેવના રોલમાં નજરે આવશે.

અન્ય એક ટ્વીટમાં રણવીરે એક તસવીર શેર કરી છે જેમાં તે દીપિકા અને કબીર ખાન સાથે નજરે આવી રહ્યો છે.

રણવીરની ચોથી ટ્વિટ મજેદાર હતી. આ 4 સેકેન્ડની વીડિયો ક્લિપ છે જેમાં રણવીરના બમ પર દીપિકા બેટથી મારી રહી છે અને તે ઉછળી રહ્યો છે. આ વીડિયો શેર કરતાં રણવીરે લખ્યું કે, મારા જીવનની કહાની, રીલ અને રિયલ!

જણાવી દઇએ કે રણવીર સિંહની ફિલ્મ ૮૩માં દીપિકા પદુકોણ કામ કરવાની છે, તેવી ચર્ચા કેટલાય સમયથી બોલીવૂડ તેમજ મીડિયામાં હતી. પરંતુ આ વાતમાં સત્ય કેટલું છે તે કોઇ જણાવી શકતા નહોતા. પરંતુ હવે મળેલી બાતમી મુજબ આ ફિલ્મમાં દીપિકા ખરેખર કામ કરવાની છે. ફિલ્મ ૮૩માં દીપિકાની એન્ટ્રી થઇ ગઇ છે.

ફિલ્મસર્જકે દીપિકાને આ રોલ માટે મનાવી લીધી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દીપિકા પદુકોણને આ ફિલ્મમાં સહ-નિર્માતા તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવશે. આ પરથી સ્પષ્ટ થાય છે કે દીપિકાના બેનર હેઠળ ૨૦૨૦માં  છપાક અને ૮૩ જેવી ફિલ્મો રિલીઝ થશે. ફિલ્મ ૮૩માં દીપિકાનુું પાત્ર કપિલ દેવની પત્ની રૂમીનું હશે.

રૂમીએ એ સમયે એક ઇન્ટરવ્યુમાં  જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરો  ચોક્કા મારતા હતા ત્યારે મને હોટલની રૂમમાં જઇને રડવાનું મન થતું હતું. ફિલ્મસર્જકને આશા છે કે, દીપિકા રૂમીના પાત્રને રૂપેરી પડદે સુંદર અને રસપ્રદ રીતે ન્યાય આપશે.

દીપિકા પોતાની ફિલ્મ છપાકના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે ફિલ્મ ૮૩માં કામ કરવા રાજી થતી નહોતી. પરંતુ હવે તેની ફિલ્મનું શૂટિંગ પુરું થઇ ગયું હોવાથી તેણે પતિ રણવીર સિંહની સાથે ફિલ્મ ૮૩માં કામ કરવાની તૈયારી દર્શાવી છે.

Read Also

Related posts

WhatsApp યુઝર્સ સાવધાન…! મીડિયા પર મોકલેલી ફાઈલ્સમાં હેકર્સ કરી શકે મોટી હેરાફેરી

Dharika Jansari

5 વર્ષમાં સૌથી ઊંચા મકાઈના ભાવ : કૃષિ કોમોડિટીમાં સૌથી સફળ પાક

Karan

અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!