GSTV
Home » News » શાહરૂખ ખાન માટે ખતરો બની ગયો છે રણવીર સિંહ, આ ફિલ્મમાંથી કપાયું ‘કિંગખાન’નું પત્તુ

શાહરૂખ ખાન માટે ખતરો બની ગયો છે રણવીર સિંહ, આ ફિલ્મમાંથી કપાયું ‘કિંગખાન’નું પત્તુ

બોલિવૂડના બેતાજ બાદશાહ તરીકે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની હિટ સિરિઝ ડૉનની ત્રીજી કડી છોડી દીધી હતી. તેવામાં ખબરો મળી રહી છે કે સુપરહિટ અને પોપ્યુલર ‘ડોન’ની ત્રીજી કડી રણવીર સિંહના હાથે લાગી છે.

જ્યારે પણ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડૉનની વાત આવે છે ત્યારે સૌપ્રથમ અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનનું નામ યાદ આવે છે. બંનેએ એ રીતે આ કિરદારને રૂપેરી પડદે રજૂ કર્યુ છે કે આ રોલમાં કોઇ બીજા કલાકાર વિશે વિચારી જ ન શકાય.

ખબરો અનુસાર શાહરૂખે ‘ડોન 3’માં કામ કરવાથી ઇનકાર કરી દીધો છે જે કારણે નિર્માતા રણવીર સાથે વાતચીત કરી રહ્યા છે. હકીકતમાં રણવીરે ઝોયા અખ્તર સાથે ‘દિલ ધડકને દો’ અને ‘ગલી બોય’ જેવી ફિલ્મો કરી છે જે સફળ રહી છે.

જણાવી દઇએ કે મૂળ 1980ના દાયકામાં જ્યારે અમિતાભ બચ્ચન એંગ્રી યંગ મેન તરીકે એક પછી એ્ક હિટ ફિલ્મો આપી રહ્યા હતા ત્યારે ડૉન ફિલ્મ આવી હતી. આ ડૉન સુપરહિટ નીવડી હતી.

એ પછી સ્ક્રીપ્ટ રાઇટર જાવેદ અખ્તરના પુત્ર અને અભિનેતા ફિલ્મ સર્જક ફરહાન અખ્તરે શાહરુખ ખાનને લઇને ડૉન બનાવી હતી. એ પણ હિટ નીવડી હતી. એટલે ફરહાને ડૉન ટુ બનાવી હતી. એ હિટ નીવડી એટલે ડૉન થ્રીની વાતો વહેતી થઇ. ફરહાને કહ્યું હતું કે સારી સ્ક્રીપ્ટ મળશે ત્યારે અમે ડૉન થ્રી બનાવીશું.

પહેલી બે ડૉનમાં શાહરુખ ચમક્યો હતો એટલે ડૉન થ્રી પણ શાહરુખ કરશે એવી વાત વહેતી હતી. પરંતુ લેટેસ્ટ વાત એવી છે કે શાહરુખે ડૉન થ્રી છોડી દીધી હતી અને એના સ્થાને રણવીર સિંઘનું નામ ચર્ચાતું થયું હતું.

Read Also

Related posts

સરકારે નળ સરોવરના રક્ષણ માટે એક્શન પ્લાન ઘડ્યો, 11 ઉચ્ચ અધિકારીઓને બનાવ્યા ટાસ્કફોર્સના સભ્ય

Mayur

જ્યારથી પદ સંભાળ્યું છે ભગવાનને પૂછુ છું- મને CM કેમ બનાવ્યો?

Bansari

અફઘાનિસ્તાનથી આવેલું 600 કરોડનું હેરોઈન જપ્ત, લક્ઝરી કારથી થવાનું હતુ સપ્લાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!