GSTV
Home » News » દીપિકા આ રીતે કરે છે રણવીરના દિવસની શરૂઆત, જાણીને દંગ રહી જશો

દીપિકા આ રીતે કરે છે રણવીરના દિવસની શરૂઆત, જાણીને દંગ રહી જશો

દીપિકા પાદુકોણ સાથે પોતાના નવજીવનની શરૂઆત કરનાર રણવીર સિંહ દીપિકાને પોતાની લાઇફ પાર્ટનર તરીકે પામીને ખૂબ જ ખુશ છે અને તે દિપિકા પ્રત્યેનો પોતાનો પ્રેમ અવારનવાર વ્યક્ત કરતો રહે છે.

તાજેતરમાં જ રણવીરે જણાવ્યું કે દીપિકા તેનું કેટલું ધ્યાન રાખે છે. દિપિકા તેને નાશ્તો કર્યા વિના ઘરની બહાર નથી જવા દેતી. ત્યાં બીજી બાજુ રણવીરે જણાવ્યું કે તેની પત્ની તેના માટે એક સ્પેશિયલ ડિશ બનાવે છે જેનું નામ છે રસમ ચાલવ. દીપિકાના હાથની આ ડિશ રણવીરને ખૂબ જ પસંદ છે.

રણવીરે જણાવ્યું કે દીપિકા તેને ફેશન સ્ટેટમેન્ટ વિશે કહે છે કે તે દર છ મહિને પોતાનું સ્ટેટમેન્ટ બદલતો રહે છે. રણવીરે તે રહસ્ય પણ છતું કર્યુ કે તેના દિવસની શરૂઆત ભજન સાંભળવાની સાથે થાય છે. તે સવારે પહેલાં ભજન સાંભળે છે તે બાદ તે અન્ય ગીતો સાંભળે છે.

જ્યારે રણવીરને પૂછવામાં આવ્યું કે શું દીપિકાને પણ તેના જેવું જ મ્યુઝીક પસંદ છે તો તેના જવાબમાં રણવીરે જણાવ્યું કે કેટલીક હદ સુધી. તેણે જણાવ્યું કે તેમની પસંદગીમાં ઘણું અંતર પણ છે. રણવીરનું કેટલુંક મ્યુઝીક કલેક્શન એવું છે જે દિપિકા નથી સાંભળતી. દીપિકાને મેલોડિયસ સૉન્ગ્સ વધુ પસંદ છે. જ્યારે રણવીર તેની પસંદનું દરેક ગીત સાંભળે છે.

જણાવી દઇએ કે 14 ફેબ્રુઆરીએ રણવીર સિંહની ફિલ્મ ગલી બૉય રીલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે એક રૅપરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ પણ છે.

Read Also

Related posts

અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Mansi Patel

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!