લગ્નના 3 મહિનામાં જ રણવીરને આ હૉટ એક્ટ્રેસ સાથે થઇ ગયો પ્રેમ, કહ્યું કંઇક એવું કે દીપિકાને આવશે ગુસ્સો

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને હજુ 3 મહિના જ થયાં છે. તેવામાં રણવીર સિંહને દીપિકા ઉપરાંત અન્ય એક એક્ટ્રેસ સાથે પ્રેમ થઇ ગયો છે. જો તમે આ એક્ટ્રેસનું નામ સાંભળશો તો દંગ રહી જશો. આ એક્ટ્રેસ બીજુ કોઇ નહી પરંતુ રાખી સાવંત છે.

રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ગલી બોય 14 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મને લઇને તે ખૂબ ચર્ચામાં છે. રણવીર સિંહે ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાના ચેટ શૉમાં અનેક રહસ્યો છતાં કર્યા.

આ જ શૉમાં રણવીરે રાખી સાવંત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ ચેટ શૉ રવિવારે પ્રસારિત થયો હતો. ચૅટ શૉમાં રણવીર સિંહે હોસ્ટ કોમલ નહાટાને પૂછ્યું કે અત્યાર સુધી ઇન્ટરવ્યુ માટે સૌથી ખરાબ સેલેબ્રીટી કોણ હતું? નહાટાએ તેના જવાબમાં રાખી સાવંતનું નામ લીધું.

ત્યારે રણવીરે કહ્યું કે રાખી રૉક સ્ટાર છે. આ ઉપરાંત રાખી સાવંતને આઇ લવ યુ પણ કહી દીધુ. જો કે રણવીરે આ બધુ મજાકમાં કહ્યું હતુ. જણાવી દઇએ કે 69મા બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બૉયની પ્રીમીયર રાખવામાં આવ્યું હતું.

આ અવસરે ફિલ્મની સમગ્ર ટીમ જર્મની પહોચી હતી. દેશ બાદ વિદેશમાં પણ રણવીરે પોતાની ફિલ્મના ફેમસ ટ્રેક ‘અપના ટાઇમ આયેગા’ પર લાઇવ પર્ફોરમન્સ આપીને ફેન્સના દિલ જીતી લીધાં હતાં.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter