GSTV
Home » News » Padmavat : ‘ખિલજી’ બનવા માટે રણવીરને લાગતા હતાં કલાકો, Share કર્યો Inside Video

Padmavat : ‘ખિલજી’ બનવા માટે રણવીરને લાગતા હતાં કલાકો, Share કર્યો Inside Video

બૉલીવુડના ઇતિહાસમાં 300 કરોડ કમાનાર ફિલ્મ ‘પદ્માવત’માં અલાઉદ્દરીન ખિલજીનું પાત્ર ભજવનાર અભિનેતા રણવીર સિંહના લુકનો ખુલાસો આખરે થઇ ગયો છે. રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો લિંક શેર કરી છે. વિયાકૉમ 18 મોશન પિક્ચર્સ યૂટ્પુબ તેનલ પર અપલોડ કરેલા વિડિયોમાં રણવીર સિંહનો લુક ચેન્જ કરતો દેખાડવામાં આવ્યો છે. ફિલ્મમાં રણવીર સિંહને મેક્પ દ્વારા એવો લુક આપવામાં આવ્યો છે, જેને જોયા બાદ સંજય લીલા ભણસાલી પણ આશ્વર્ય ચકિત થઇ ગયાં હતાં.

ફિલ્મ પદ્માવત જોયા બાદ રણવીર સિંહેની એક્ટિંગ અને તેનો લુક કોઇ ભૂલી શકે તેમ નથી. રણવીરે આ લુકમાં “ખલીબલી” સૉન્ગ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો, જે દર્શકોને ખુબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મમાં ખિલજીના પાત્રને લઇને અનેક સવાલો ઉભા થયાં પરંતુ વિવાદો વચ્ચે ઘેરાયેલી આ ફિલ્મ રિલિઝ થયાં બાદ વિરોધીઓના મોઢા બંધ થઇ ગયાં.

ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરે રિલિઝ થનાર આ ફિલ્મમાં રાણી પદ્માવતીની સ્ટોરીને લઇને રાજસ્થાનની કરણી સેનાએ સખત વિરોધ પ્રદર્શનો કર્યા હતા. ઘણો વિવાદ થયા બાદ આ ફિલ્મને સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ 25 જાન્યુઆરીના રોજ રિલિઝ કરવામાં આવી હતી.

Related posts

G-20 સમિટમાં ભારત-અમેરિકાના વ્યાપારિક સંબંધો બનશે મજબૂત, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પીએમ મોદી કરશે દ્વીપક્ષીય વાર્તા

Bansari

ચમકી તાવ પર ચુપ રહેનાર સુશીલ મોદીએ મિસ ઇન્ડિયા સાથેનો ફોટો શેર કર્યો, લોકોએ કરી નિંદા

NIsha Patel

આલિયા ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર બાદ જોવા મળશે અહીં, તેના ફેન્સને આપશે નવી નવી ટિપ્સ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!