બોલીવુડ સેલેબ્સે પીએમ મોદી સાથે શા માટે કરી મુલાકાત, રણવીર સિંહે કર્યો ખુલાસો

તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સિને જગતના સિતારાઓએ મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી હતી. તેમાંથી એક તસવીર રણવીર સિંહે પણ કરી હતી જેમાં તે પીએમ મોદીને ભેટતા જોવા મળી રહ્યો હતો. જો કે બોલીવુડ સેલેબ્સે કયા મુદ્દે વડાપ્રધાન સાથે મુલાકાત કપરી હતી તે અંગે કોઇ ખુલાસો થયો ન હતો. પરંતુ પોતાની આ મુલાકાતને લઇને રણવીર સિંહે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો.

ફિલ્મ અભિનેતા રણવીર સિંહે જણાવ્યુ કે શા કારણે PM મોદીએ બોલીવુડના કલાકારો સાથે કરી હતી મુલાકાત. નરેન્દ્ર મોદીએ ફિલ્મ ઉદ્યોગના યુવા કલાકારોને તેવી વિષય વસ્તુવાળી ફિલ્મો બનાવવા અપીલ કરી હતી. એવી ફિલ્મો પર વધુ ભાર આપવા જણાવ્યુ જેમાં દેશ ભક્તિ ભારતની એકતાનો સંદેશો આપવામાં આવી રહ્યો હોય.

રણવીરે જણાવ્યુ કે, હું હમણા જ PM મોદીને મળ્યો હતો. અમારી મુલાકાત ખુબજ સારી રહી. અમે તેમને ફિલ્મમાં યુવા કલાકારો જે કામ કરી રહ્યા છે તેનાથી માહિતગાર કર્યા. અભિનેતાએ કહ્યુ કે પ્રધાનમંત્રીએ કલાકારોને કહ્યુ કે જો શક્ય હોય તો એવી વસ્તુઓ પર ફિલ્મો બનાવો જેમાં ભારતની એકતાનો સંદેશો આપવામાં આવ્યો હોય.

રણવીર સિંહ ટૂંક સમયમાં 83’માં નજરે આવશે. ભારતે પહેલી વાર ક્રિકેટ વિશ્વકપમાં જીત મેળવી હતી ફિલ્મ તેના પર આધારિત છે. અભિનેતાએ કહ્યુ કે તેમની આ ફિલ્મ પર દેશને ગર્વ થશે.

જણાવી દઇએ કે આ વર્ષે જાન્યુઆરીમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, વિક્કી કૌશલ અને આયુષ્યમાન ખુરાના સહિત બીજા કલાકારોએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter