અરેરે! લગ્ન થતાં જ રણવીર જેવી અતરંગી હરકતો કરવા લાગી દીપિકા, Video જોશો તો…

કહેવામાં આવે છે કે લગ્ન બાદ જીવન બદલાઇ જાય છે. તેમાં કંઇ ખોટુ પણ નથી કારણ કે લગ્ન બાદ દીપિકાને એવા કામ કરવા પડી રહ્યાં છે કે ફેન્સ હસી હસીને લોટપોટ થઇ રહ્યાં છે. દીપિકા પાદુકોણ સિમ્બા સ્ટાર રણવીર સિંહની પર્સનલ એન્ટરટેઇનર બની ગઇ છે. લાગે છે કે રણવીરનું મન થાય ત્યારે તે દીપિકા પાસે પણ આવા વિચિત્ર કામ કરાવી લે છે.

આવો જ એક વીડિયો રણવીરે 11 જાન્યુઆરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં દીપિકા પોતાના બિન્દાસ એક્સપ્રેશન સાથે મસ્તીના મૂડમાં ‘એ આયા પુલીસ’ કહેતી નજરે પડી રહી છે. રણવીરે આ વીડિયો શેર કરતાં લખ્યું કે ‘મારી ચીયર લીડર’

View this post on Instagram

My Cheerleader 😍❤️😘🥂 @deepikapadukone

A post shared by Ranveer Singh (@ranveersingh) on

રણવીરનું એન્ટરટેઇનમેન્ટ તો થઇ ગયું પરંતુ સોશિયલ મીડિયા પર તેને લઇને અનેક પ્રકારની કમેન્ટ્સ આવી રહી છે. કેટલાંક લોકોને દીપિકા પર રણવીરની અસર થઇ હોય તેવું લાગે છે. તો કેટલાંક લોકોનો દીપિકાનો આ અંદાજ જોઇને હસી રહ્યાં છે. યુઝર્સ વચ્ચે દીપિકાના આ વીડિયોને લઇને યુદ્ધ છેડાઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. દીપિકાએ રણવીર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં લખ્યું કે, તને એટન્ટરટેઇન કરવા માટે મારે શું-શું કરવું પડે છે.

જણાવી દઇએ કે લગ્ન બાદથી જ આ કપલ ચર્ચામાં છે. હવે જાણવા મળી રહ્યું છે કે રણવીર કપિલ દેવની બાયોપિક ’83’માં દીપિકા સાથે નજરે પડશે. રિપોર્ટસ અનુસાર આ ફિલિમમાં દીપિકા કપિલ દેવની પત્નીની ભુમિકામાં જોવા મળશે. જ્યારે રણવીર સિંહ કપિલ દેવના રોલમાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter