GSTV
Home » News » રણવીર સિંહે બર્થ ડે પર આપી ફેન્સને ગિફ્ટ, 83 ફિલ્મના લુકમાં જોઈ બધા થયા સ્તબ્ધ

રણવીર સિંહે બર્થ ડે પર આપી ફેન્સને ગિફ્ટ, 83 ફિલ્મના લુકમાં જોઈ બધા થયા સ્તબ્ધ

રણવીર સિંહે તેના જન્મ દિવસના દિવસે ફેન્સને સ્પેશિયલ ગીફટ આપી છે. રણવીરે તેની ફિલ્મ ’83’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ લુકમાં રણવીર સિંહ હૂબહૂ કપિલ દેવ જેવો દેખાઈ રહ્યો છે. આ ફિલ્મ વર્ષ 1983માં થયેલા વર્લ્ડ કપ પર આધારિત છે.

તેમાં રણવીર કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. આ લુકમાં રણવીર સફેદ જર્સી પહેરેલી અને હાથમાં બોલ છે. લુક શેર કરતાં તેણે લખ્યું ,’મારા ખાસ દિવસે પ્રેજેન્ટ કરું છું, હરિયાણાનું તોફાન કપિલ દેવ.’ ફેન્સને રણવીરનો આ લુક બહુ જ પસંદ આવ્યો છે.

બધા તેને જન્મ દિવસની બધાઈ આપી રહ્યા છે. વર્ષ 1983માં થયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝની સામે એક ઐતિહાસિક જીત મેળવી હતી. ફિલ્મ માટે રણવીર ઘણી મહેનત કરી રહ્યો છે. કપિલ દેવે રણવીરને ક્રિકેટની ટ્રેનિંગ આપી છે. તેણે કપિલ દેવની જેમ લાગવા માટે તેની સાથે સમય પસાર કર્યો છે અને તેની સાથે જોડાયેલી નાની-નાની વાતો શીખવાની કોશિશ કરી છે.

રણવીર પહેલા પણ કપિલ દેવ સાથે ઘણી તસવીરો શેર કરી ચૂક્યો છે. ફિલ્મમાં તેની પત્ની દીપિકા પાદુકોણ છે. તે કપિલ દેવની પત્ની રોમી ભાટિયાનો રોલ કરી રહી છે. ફિલ્મનો ડાયરેક્ટર કબીર ખાન છે. આ ફિલ્મ 10 એપ્રિલ 2020ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને હિન્દી ઉપરાંત બીજી કેટલીક ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે. 83 રણવીર સિંહની હિન્દી, તમિલ અને તેલુગુમાં બનનારી પહેલી ત્રિભાષી ફિલ્મ છે.

Read Also

Related posts

આજે દિલ્હી પોલીસની અગ્નિપરીક્ષા : જુમ્માની નમાઝ વચ્ચે સુરક્ષા અને શાંતિ જાળવવી બનશે સૌથી મોટો પડકાર

Bansari

શું તમે ‘રેસ્ટોરેન્ટ ઓન વ્હિલ્સ’ની ખૂબસુરતીમાં સુપર ફૂડની મજા માણવાં ઈચ્છો છો, તો હાજર છે ભારતીય રેલ્વેની અનોખી હોટલ

pratik shah

વાંકાનેરમાંથી ‘મુન્નાભાઈની’ ધરપકડ, ડિગ્રી વિના કરતો હતો લોકોનો ઈલાજ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!