GSTV
Home » News » Video : પતિના ઘરમાં આવતાં જ દિપીકા કરવા લાગે છે કંઇક આવું, રણવીરે ખુદ કર્યો ખુલાસો

Video : પતિના ઘરમાં આવતાં જ દિપીકા કરવા લાગે છે કંઇક આવું, રણવીરે ખુદ કર્યો ખુલાસો

મુંબઇમાં રવિવારે રાત્રે ઉમંગ 2019 અવોર્ડઝનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સિમ્બા સ્ટાર રણવીર સિંહ ચર્ચાનો વિષય રહ્યો. સૌપ્રથમ તે પોતાના યુનિક ડ્રેસઅપના કારણે લાઇમલાઇટમાં રહ્યો. રણવીરે ટાઇગર પ્રિન્ટ આઉટફિટ પહેર્યો હતો. પોતાના ક્રેઝી ફેશન સેન્સના કારણે સૌકોઇને અચંબિત કરનાર રણવીર સિંહનો આ ટાઇગર લુક ઇવેન્ટમાં સૌથી મોટુ હાઇલાઇટ હતું. તે બાદ સ્ટેજ પર સિમ્બાના ડાયરેક્ટર રોહિત શેટ્ટી, અજય દેવગણ, અક્ષય કુમાર અને રણવીર સિંહ વચ્ચે થયેલી મજેદાર વાતચીતથી દર્શકો એન્ટરટેઇન થયાં.

આ ઇવેન્ટનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એક વીડિયોમાં રણવીરે મજાકમાં જણાવ્યું કે જ્યારે તે ઘરે જાય છે તો દીપિકા શું કહે છે. હકીકતમાં રણવીર સિમ્બાના ડાયરેક્ટર રોહિત શેટ્ટીના વખાણ કરતાં  કહે છે કે, ‘9 બ્લોકબસ્ટર સતત કોઇ કરી શકે છે. સર તમે મારી લાઇફ બનાવી દીધી. હું જ્યારે પણ ઘરે જાઉં છું ત્યારે મારી પત્ની પણ ગાય છે, આયા પુલીસ’ આ સાંભળીને ત્યાં હાજર સૌકોઇ હસવા લાગે છે.

સ્ટેજ પર રણવીર-રોહિત શેટ્ટી સાથે સિંઘમ અજય દેવગણ, સૂર્યવંશી અક્ષય કુમાર સાથે ખૂબ ધમાલ મચાવે છે. રણવીર સિંહે સિમ્બાના ટાઇટલ સૉન્ગ પર પરફોર્મ કર્યુ.

જણાવી દઇએ કે સિમ્બાએ બૉક્સ ઑફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી છે. કૉપ ડ્રામા એક્શન મૂવી 250 કરોડની કમાણી કરવા તરફ આગળ વધી રહી છે. સિમ્બામાં રણવીર સિંહ સાથે સારા અલી ખાન પણ છે.

આ ફિલ્મ 28 ડિસેમ્બરના રોજ રિલિઝ થઇ હતી અને હજુ સુધી નોન સ્ટોપ કમાણી કરી રહી છે. સિમ્બા બાદ રણવીરની ફિલ્મ ગલી બૉય પણ રીલીઝ માટે તૈયાર છે.

Read Also

Related posts

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!