GSTV
Home » News » રણવીરસિંહની ત્રણ ફિલ્મોની કમાણી 800 કરોડને પાર, અભિનેતા બ્રાન્ડ વેલ્યૂમાં પહોંચ્યો આ નંબર પર

રણવીરસિંહની ત્રણ ફિલ્મોની કમાણી 800 કરોડને પાર, અભિનેતા બ્રાન્ડ વેલ્યૂમાં પહોંચ્યો આ નંબર પર

હિન્દી સિનેમામાં બ્રાન્ડ વેલ્યૂમાં નંબર વન પર આવી ગયો છે, રણબીર સિંહ છેલ્લી ત્રણ ફિલ્મોની તેની કમાણી 800 કરોડ રૂપિયાને પણ પાર કરી ગઈ છે. ત્રણ સુપરહિટ ફિલ્મો આપીને તે ટોપ પહોંચી ગયો છે. તેની આવનારી ફિલ્મ 83માં ઓલરાઉન્ડર કપિલ દેવનો રોલ કરીને જાહેરાતોની દુનિયામાં પણ તેણે નવો રેકોર્ડ બનાવ્યો છે.

અત્યારે તેને લઈને જાહેરાતો બનાવવાની ડિમાન્ડ વધુ છે. ગયા વર્ષ આવેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત બાદ તેણે એક પછી એક ટોપ ફિલ્મો આપી રહ્યો છે. સિમ્બા અને ગલી બોય સુપરહિટ થયા પછી તેની બ્રાન્ડ વેલ્યૂ પણ વધી ગઈ છે. સિમ્બા, ગલી બોય અને પદ્માવત આ ત્રણે ફિલ્મોની કમાણી 800 કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ચૂકી છે અને 2018-2019માં અત્યાર સુધી બીજા કોઈ કલાકારની ફિલ્મે કમાણી કરી નથી.

આ કમાણીની ચર્ચા થઈ રહી છે તો લંડનમાં શૂટિંગ કરી રહેલા રણવીરે ફોન પર કહ્યું કે, મારી સિમ્બા ફિલ્મનો એક ડાયલોગ છે કે હું પૈસાનો નહીં પ્રેમનો ભૂખ્યો છું અને રિયલ લાઈફમાં પણ હું એવો જ છું. મારી ફિલ્મોની કમાણીનો ફાયદો આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને થઈ રહ્યો છે. બોલિવૂડની ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને એક લીડ પર જોવા માગું છું.

હું ઈચ્છું છું કે સિનેમાનો કારોબાર વધુ ને વધુ વધતો રહે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરીને પોતાનું પેટ ભરું છું, તે મારી રોજી-રોટી છે. મારું માનવું છે કે સિનેમામાં બધાનો વિશ્વાસ અને બધાના વિકાસની થીમ આગળ વધે. તાજેતરમાં રણવીર સિંહ ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે ત્યાં પહોંચ્યો હતો.

ત્યાં કોમેન્ટ્રી દરમિયાન તેણે ખૂબ મસ્તી કરી હતી. અને સુનિલ ગાવસ્કર સાથે બદન પે સિતારે લપેટે હુએ…ગીત પર ડાન્સ પણ કર્યો હતો. રણવીરની આવનારી 83 ફિલ્મ સુપરહિટ બને તે ફેન્સની આશા છે.

Read Also

Related posts

સલમાન ખાન પ્રથમ વખત કરશે સાઉથમાં દબંગ-3નું પ્રમોશન, તમિલ તેલુગુ અને કન્નડમાં પણ થશે રિલિઝ

pratik shah

સલમાન ખાનની ‘રાધે’ ફિલ્મના સેટ પર જાઓ તો ભૂલથી પણ ન કરતાં આ કામ બાકી ભાઈજાન લઈ નાખશે ક્લાસ

Bansari

24 ડિસેમ્બર સુધી જેલમાં મોકલવામાં આવી પાયલ રોહતગીને, નહેરુ પર કરી હતી વાંધાજનક ટિપ્પણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!