ના હોય! આ હેન્ડસમ હંક સાથે સારાનું ‘સેટિંગ’ કરાવી રહ્યો છે રણવીર સિંહ, વિશ્વાસ ન હોય તો જોઇ લો Video

તમને ‘કૉફી વિથ કરણ 6’નો તે એપિસોડ તો યાદ જ હશે જેમાં સારા અલી ખાન પિતા સૈફ અલી ખાન સાથે પહોંચી હતી. આ શૉમાં સારાએ કહ્યુ હતુ કે, તે ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનું કી ટીટું કી સ્વીટી’ના લીડ એક્ટર કાર્તિક આર્યનને ડેટ કરવા ઇચ્છે છે. સારાની આ કબૂલાત પછી ફેન્સ સારા અને કાર્તિકને એકસાથે જોવા ઇચ્છે છે, આ ચર્ચાની સાથે એવી પણ ખબર હતી કે બંને સાથે ફિલ્મ કરવાના છે.

આ ચર્ચા ક્યારે સાચી પડશે, તે તો ખબર નહી. પરંતુ લાગી રહ્યુ છે કે, એક્ટર રણવીર સિંહ સારા અને કાર્તિકની જોડી બનાવી દેશે.

તાજેતરમાં જ ઇવેન્ટ દરમિયાન રણવીરની મુલાકાત કાર્તિક આર્યન સાથે થઇ, તેણે કાર્તિકને વિશ કર્યુ અને તેના કાનમાં કંઈક કહ્યું અને હાથ પકડીને સારા પાસે લઇ ગયો.

સારા પાસે આવીને તેણે સારાનો હાથ પક્ડયો અને કાર્કિકના હાથમાં આપીને કહ્યુ, ફાઇનલી યૂ ગાઇઝ હવે મેટ અને બાદમાં તેણે પોતાના હાથ દ્વારા હાર્ટની સાઇન કરી. આ જોઇને કાર્તિક અને સારા પણ શરમાઇ ગયા હતા, જોકે આ વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સારા રણવીર સિંહની સાથે રોહિત શેટ્ટીની ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘સિમ્બા’માં જોવા મળશે, જે 28 ડિસેમ્બરના રિલીઝ થશે. તાજેતરમાં જ સારીની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’ રિલીઝ થઇ, જેમાં તેની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં સારા સુશાંત સિંહ રાજપૂતની ઓપોઝિટમાં જોવા મળી હતી. સારા અલીની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ વિવાદ હોવા છતાં બૉક્સ ઑફિસ પર બમ્પર કમાણી કરી રહી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter