GSTV
Home » News » ‘નંગા પુંગા’ : આ કારણે જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે રણવીર સિંહનો શર્ટલેસ Photo

‘નંગા પુંગા’ : આ કારણે જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે રણવીર સિંહનો શર્ટલેસ Photo

Ranveer Singh Nanga Punga

એક્ટર રણવીર સિંહ હંમેશા જ કોઇને કોઇ રીતે પોતાના ફેન્સને સરપ્રાઇઝ કરતો રહે છે. આ વખતે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેણે કેપ્શન આપ્યું છે ‘નંગા પુંગા’. આ ફોટો અને કેપ્શનને જોઇને રણવીરના ફેન્સે એક પછી એક મજેદાર કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું. અનેક યુઝર્સે મજેદાર કમેન્ટ્સ કરી છે. અનેક યુઝર્સે તો દીપિકા પાદુકોણનું નામ લઇને રણવીરને અનેક સલાહ આપી.

Ranveer Singh

હકીકતમાં ઇન્સ્ટાગ્રામ પર રણવીર સિંહે એક શર્ટલેસ ફોટો શેર કર્યો છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ થ્રોબેક પિકમાં તેની ટોન્ડ બોડી જોઇ શકાય છે.  તેનો આ સેક્સી લુક ફેન્સને ખૂબ પસંદ છે. ખાસ કરીને રણવીરની ફિમેલ ફેન્સ તો સોશિયલ મીડિયા પર તેના પ્રત્યાની દિવાનગી જાહેર કરતી રહે છે.

જો કે રણવીરે શેર કરેલા આ ફોટોને ઢગલો ફની કમેન્ટ્સ મળી છે. લોકોએ રણવીરની ફિલ્મ ‘ગલી બોય’ના હિટ સોન્ગ ‘અપના ટાઇમ આયેગા’ની ફેમસ લાઇન ‘તૂ નંગા હી તો આયા હૈ….’ને કોટ કરતા અનેક કમેન્ટસ કરી.

આ સાથે જ કેટલાંક ફેન્સે દીપિકાનું નામ લેતાં આ ફોટો પર રણવીરની મજાક પણ ઉડાવી. એક યુઝરે લખ્યું કે, જો ભૂલથી દિપિકાને ખબર પડી જશે કે તમે આવા નંગા પુંગા ફોટોજ પોસ્ટ કરો છો તો છૂટાછેડા થઇ જશે.

રણવીરના આ ફોટોને ઢગલાબંધ લોકોને પસંદ આવી રહી છે. માત્ર 24 કલાકમાં રણવીરના આ ફોટોને 13 લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ રણવીર સિંહ તાજેતરમાં જ રિલિઝ થયેલી તેની ફિલ્મ સિંબા અને ગલી બોયની સફળતાનો આનંદ માણી રહ્યો છે જ્યારે દીપિકા એસિડ વિક્ટીમ પર આધારિત ફિલ્મ છપાકમાં જોવા મળશે.

Read Also

Related posts

જો આ દેશનો ખેલાડી ગ્રાઉન્ડ પર રમતો હોય તો ટિકિટના ભાવ ડબલ થઈ જતા હતા

Mayur

પૈસાની અચાનક જરૂર પડે તો Personal Loanની જગ્યાએ આ લોન લો, થશે આટલો બધો ફાયદો

Arohi

સરદાર સરોવર ડેમ પાસેની ધરા ધ્રૂજી ઉઠી, રાત્રે બે વાગ્યે ત્રણની તિવ્રતાનો ભૂકંપ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!