GSTV
Home » News » Video : રણવીર છે પરફેક્ટ પતિ, જાહેરમાં કર્યુ કંઇક એવું કે ઓવારી ગઇ દીપિકા

Video : રણવીર છે પરફેક્ટ પતિ, જાહેરમાં કર્યુ કંઇક એવું કે ઓવારી ગઇ દીપિકા

બોલીવુડ એક્ટર રણવીર સિંહ પોતાની પત્ની દીપિકાને કેટલો પ્રેમ કરે છે તે વાતથી કોઇ અજાણ નથી. તે પોતાના કરતાં પણ દીપિકાનું વધુ ધ્યાન રાખે છે. આવું જ કંઇક જોવા મળ્યું તાજેતરમાં વાયરલ થયેલી તસવીરોમાં. હકીકતમાં તાજેતરમાં જ દીપિકા અને રણવીર એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થયાં હતા. આ દરમિયાન બંને વચ્ચે કેટલીક રોમેન્ટીક મોમેન્ટ પણ જોવા મળી.

જ્યારે દીપિકા અને રણવીર રેસ્ટોરન્ટની બહાર આવ્યાં ત્યારે દીપિકાની જીન્સ પર કંઇક લાગેલું હતુ. રણવીરે તરત જ તેને સાફ કરી દીધું. તે બાદ રણવીરે દીપિકાને કિસ કરી.

આ પરથી સાબિત થાય છે કે રણવીર એક પરફેક્ટ પતિ છે અને તે દીપિકાને કેટલો પ્રેમ કરે છે. આ જ કારણે રણવીર અને દીપિકા બી-ટાઉનના બેસ્ટ અને પરફેક્ટ કપલમાંથી એક ગણાય છે.

જો વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ગલી બૉય’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આ ફિલ્મમાં રણવીર સાથે આલિયા ભટ્ટ પણ નજરે પડશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રીલીઝ થશે. જો દીપિકાની વાત કરીએ તો તે જલ્દી ફિલ્મ ‘છપાક’માં જોવા મળશે.

Read Also

Related posts

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!