ના હોય! રણવીરે વર્ષો પહેલાં જ દીપિકા સાથે કરી લીધાં હતાં લગ્ન! ખુદ કર્યો મોટો ખુલાસો!

બોલીવુડ એક્ટર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગત વર્ષે નવેમ્બર મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ ગયાં હતાં. તેઓ લગ્ન પહેલાંના લગભગ 6 વર્ષો સુધી રિલેશનશીપમાં રહ્યાં હતા. લગ્ન બાદ પણ આ કપલ ચર્ચામાં રહ્યું છે. તાજેતરમાં જ રણવીર સિંહે પોતાની લવ લાઇફ પર એક એવું નિવેદન આપ્યું છે જેને સાંભળીને તમને પણ નવાઇ લાગશે.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં રણવીરને પૂછવામાં આવ્યું કે તેના લગ્નને થોડો સમય થઇ ગયો છે તો શુ તે તેના મિત્રોને લગ્ન કરવાની સલાહ આપશે? તેના જવાબમાં રણવીરે કહ્યું કે તે ચોક્કસ પોતાના મિત્રોને લગ્ન કરવાની સલાહ આપશે. તેણે તે પણ સ્વીકાર્યું કે તેણે મનમાં જ વર્ષો પહેલાં દીપિકા સાથે લગ્ન કરી લીધાં હતાં.


રણવીરે કહ્યું કે તેને રિલેશનશીપના થોડા સમયમાં જ સમજાઇ ગયું હતું કે દીપિકા જ તે છોકરી છે જે તેના માટે બની છે અને તે પોતાનું આખુ જીવન તેની સાથે પસાર કરવા માગે છે. તેણે કહ્યું કે લગ્નના રીતિ-રિવાજો પહેલાં જ તે આખી જિંદગી માટે કમિટેડ થઇ ચુક્યો હતો. તે ફક્ત દીપિકાના તૈયાર થવાની રાહ જોઇ રહ્યો હતો.

જણાવી દઇ કે આ કપલે ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતા. આ અવસરે તેમના પરિવારજનો અને નજીકના મિત્રો જ સામેલ થયાં હતા. લગ્ન બાદથી જ આ કપલ ચર્ચામાં છે. હવે જાણવા મળી રહ્યું છે કે રણવીર કપિલ દેવની બાયોપિક ’83’માં દીપિકા સાથે નજરે પડશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter