અભિનેતાની જીભ લપસી: કહ્યું ભલે પોલીસ આવે, ચિંતા છોડો હું ખુદ પોલીસ જ છું

એક્ટર રણવીસિંહ પોતાની અપકમિંગ ફિલ્મ ગલી બોયનાં પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર રજુ થયા બાદ રણવીરસિંહ ખુબ ચર્ચા માં છે. જો કે આ બધી ઘટનાક્રમ વચ્ચે તાજેતરમાં સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન અભિનેતા રણવીરસિંહનની જીભ લપસી હતી. અભિનેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. જે વિડીયોમાં રણવીરસિંહ જે બોલ્યો છે. લોકોએ તેના આ નિવેદન પર નારાજગી દર્શાવી છે.

સ્ટેજ પર રેપ સોન્ગ ગાતી વખતે અભિનેતા એકદમ ઉત્સાહમાં જોવા મળ્યા હતાં. ઉત્સાહમાં આવીને રણવીરસિંહ ચાહકોને કહે છે કે આપણી બાજુમાં જેજે હોસ્પિટલ છે. આજે રાત્રે એટલો ઘોંઘાટ કરો કે બધા મૃતકો જાગી જાય. ભલે પોલીસ અહિ આવી જાય. પણ ચિંતા નહિ કરવાની. તમારા ભાઈનો પોલીસમાં દબદબો છે. બોલે તો હું પણ સિમ્બા છું બાબા.

રણવીરસિંહનું નિવેદન બેજવાબદાર

આ પહેલા લૈક્મે ફેશન વીકમાં પણ અભિનેતા રણવીરસિંહ ફેન્સની વચ્ચે કુદી પડ્યા હતાં. સમજી શકાય કે પોતાનાં ફેન્સને ઉત્સાહિત કરવાનો અલગ તરીકો હોઈ શકે. પરંતુ તેમની આ રીતથી ઇવેન્ટમાં અનેક લોકો ઘાયલ થયા હતા. જ્યારે રણવીરસિંહને આ વિશે પુછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો કે મને આના વિશે કાંઈ ખબર નથી. પરંતુ આગળથી હું ધ્યાન રાખીશ.

રણવીરસિંહનાં આ કરતબ પછી તેનો એક નવો વિડીયો વાયરલ થયો છે. સોશ્યલ મીડિયા પર વિડીયો શેર કરીને અભિનેતાને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સે ટ્વિટર પર એવું કહીને વિડીયો શેર કર્યો છે કે, જુઓ આ તમારો સ્ટાર? કેટલું વાહિયાત સ્ટેટમેન્ટ છે.

મહત્વનું છે કે રણવીરસિંહની આગામી ફિલ્મ ગલી બોય વેલેન્ટાઈન ડે નાં દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મ માં રણવીરસિંહની સાથે આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter