GSTV

રણવીર સિંહે શેર કરી શર્ટલેસ તસવીર, જોયા અખ્તરે કહ્યું, બિહેવ…

એક્ટર રણવીર સિંહે સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરી છે. ફોટામાં તે શર્ટલેસ જોવા મળી રહ્યો છે. તસવીરમાં રણવીર તેની ટોંડ બોડી બતાવતો જોવા મળી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, જ્યારે તમે કાર્બ્સ ખાઈ રહ્યા છો અને હું તમને જોઈ રહ્યો છું.

તેનો આ ફોટો જોઈ જોયા અખ્તરે મજા લીધી. તેની મજાક ઉડાવતા જોયાએ એક સ્માઈલી ઈમોજીની સાથે એક કોમેન્ટ લખી, બિહેવ. જોયાની સાથે ડિનો મોરિયાએ પણ ફોટા પર કોમેન્ટ લખી અને કહ્યું, સ્વીટ પોટેટો બોસ. લુકિંગ કુલ એન્ડ ફાઈનલ. રણવીરનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram

Me looking at you eating carbs like

A post shared by Ranveer Singh (@ranveersingh) on

આ ફોટાને 20 લાખ લોકોથી પણ વધુ લોકોએ લાઈક કર્યો છે. રણવીરના કામની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ 83ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં 1983માં ક્રિકેટ વર્લ્ડ કપ જે ભારતની ઐતિહાસિક જીત હતી તે બતાવવામાં આવી છે.

તે કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે, તેની સાથે દીપિકા પાદુકોણ પણ પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 10 એપ્રિલ 2020માં હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. લગ્ન પછી બંનેની પહેલી ફિલ્મ હશે જેમાં સાથે જોવા મળશે.

Read Also

Related posts

ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ માં જ્હોન અબ્રાહમનો જબરજસ્ત લૂક જોવા મળ્યો, આ દિવસે થશે રિલીઝ

Ankita Trada

અમદાવાદ : કોવિડની ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કરતી આ રેસ્ટોરન્ટને કરાઈ સીલ, મચ્છરોના ઉપદ્રવને લઈને 900 કન્ટ્રક્શન સાઈટને નોટિસ

Nilesh Jethva

આ સરકારી યોજનામાં મહિલાઓને દર મહિને મળશે 4 હજાર રૂપિયા, તમે પણ ઉઠાવી શકશો ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!