પદ્માવતમાં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા ભજવીને અભિયનમાં પોતાનો સિક્કો બેસાડનાર રણવીર સિંહ હાલમાં ફિલ્મ ગલી બોયના શૂટિંગમા વ્યસ્ત છે અને આ ફિલ્મ માટે તેનો યંગ બોયો લુક બહાર આવ્યો છે.
જેમાં રણવીર તેના બેન્ડ બાજા , બારાતના લુક જેવો દેખાય છે રણવીર સિંહે કહ્યું હતું કે ‘ગલી બોય’ ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ બાદની મારી સૌથી નજીકની ફિલ્મ છે.
રણવીરે જણાવ્યું હતું કે આ ફિલ્મ મુંબઇની સડકો પર રહેતા યુવાનોની વાત રજૂ કરે છે. જે ઘણું મુશ્કેલ જીવન જીવે છે અન ઘણો સંઘર્ષ કરે છે.
આ ફિલ્મમાં આલિયા એક સિમ્પલ યુવતી તરીકે દેખાઈ રહી છે જેનો લુક જોતા લાગે છે કે તે કદાચ મુસ્લિમ યુવતીનું પાત્ર ભજવી રહી છે.
ઝોયા અખ્તરની આ ફિલ્મમાં રણવીર અને આલિયાન જોડી મોટા પડદે પ્રથમ વાર જોવા મળશે. અગાઉ તેઓ બંને એડ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે.