GSTV
Home » News » દીપિકાએ રણવીરની જાહેરમાં ઉડાવી મજાક, પતિના ક્રેઝી ડાન્સને કહી દીધો ‘રાયતા’

દીપિકાએ રણવીરની જાહેરમાં ઉડાવી મજાક, પતિના ક્રેઝી ડાન્સને કહી દીધો ‘રાયતા’

બોલીવુડ સ્ટાર રણવીર સિંહ પોતાની ફિલ્મોના કારણે તો ક્યારેક પોતાની ફની એક્ટીવીટીઝના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેણે એક ડાન્સ વીડિયો શેર કર્યો છે જેમાં તે ક્રેઝી સ્ટાઇલમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં સૌથી રસપ્રદ વાત એ છે કે તેના પર રણવીરની વાઇફ દીપિકાએ કમેન્ટ કરી છે.

વીડિયોની શરૂઆતમાં રણવીર પોતાના બેબીને કહે છે કે તે ઘરે આવી ગયો છે. સિલ્વર  કલરના ટ્રેક સૂટમાં જ્યારે તે ઘરમાં એન્ટર કરે છે અને એક ઇંગ્લીશ સૉન્ગ પર ડાન્સ કરવા લાગે છે. તેના ડાન્સમાં એનર્જી અને ક્રેઝીનેસ જોવા મળે છે.

View this post on Instagram

It’s sexy and you’ll know it 🕺🏻 #7DaysToGo

A post shared by Ranveer Singh (@ranveersingh) on

રણવીર આખા ઘરમાં ફરીને ડાન્સ કરી રહ્યો છે. રણવીરના આ ડાન્સ વીડિયોને અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ લોકો જોઇ ચુક્યાં છે. ઘણાં લોકોએ રણવીરના આ વીડિયો પર કમેન્ટ્સ કરી છે. દીપિકાએ પણ રણવીરના આ ક્રેઝી ડાન્સ પર કમેન્ટ કરીને તેના ડાન્સને ‘રાયતા’ કહી દીધો.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન બાદ કોઇને કોઇ ઇવેન્ટમાં સાથે નજરે આવતાં હોય છે. તાજેતરમાં જ બંને ફેમિના બ્યૂટી અવોર્ડસમાં હાજર રહ્યાં હતા. બંનેએ પોતાના લગ્નજીવનને લઇને ખુલીને વાત કરી હતી. આ દરમિયાન દીપિકાએ રણવીરના કેટલાંક બેડરૂમ સીક્રેટ્સ શેર કર્યા.

દીપિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. દીપિકા પાદુકોણને રણવીર સિંહના બ્યૂટી સિક્રેટ્સ વિશે પૂછવામાં આવ્યુ. આ દરમિયાન દીપિકાએ કહ્યું કે, રણવીર ઘણા સમય સુધી શૉવર લે છે. તે ટૉયલેટમાં પણ લાંબા સમય સુધી રહે છે.

સાથે જ દીપિકાએ જણાવ્યું કે તૈયાર થવામાં પણ રણવીરને ઘણો સમય લાગે છે. દીપિકાએ જણાવ્યું કે, તે બેડ પર પણ ઘણો સમય લે છે. આ વાત પર ઓડિયન્સ હસવા લાગે છે. ત્યારે દીપિકા પોતાનું વાક્ય સુધારતાં બોલે છે કે, મારો અર્થ છે કે તે બેડ પર સુવા જવા માટે પણ ઘણી વાર લગાડે છે.

આ અવોર્ડ ફંક્શનમાં દીપિકાએ રણવીરના આઉટફિટને લઇને પણ વાત કરી. દીપિકાએ જણાવ્યું કે, જ્યારે પણ રણવીર ક્યાંય જવા માટે આઉટફિટ સિલેક્ટ કરે છે તો તે પહેલાં મને બતાવે છે. મારા અપ્રુવ કર્યા બાદ જ રણવીર તે આઉટફિટ પહેરે છે.

આ અવોર્ડ ફંક્શનમાં દીપિકા બ્લેક ડીપ ક્લીવેજ ગાઉનમાં નજરે પડી હતી જ્યારે રણવીર પોતાના કલરફુલ સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. આ અવોર્ડ ફંક્શનમાં દીપિકાને ફેમિના ઑફ ધ યરનો અવોર્ડ મળ્યો છે.

Read Also

Related posts

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!