GSTV

રેમ્પ વૉક કરીને અનિલ કપૂર-રણવીર સિંહે કર્યો Dance, આ હતો જ્હાન્વીનો અંદાજ

મુંબઈમાં લૈક્મે ફેશન વિક ઇવેન્ટમાં અનેક બોલીવૂડ હસ્તીએ રેમ્પ પર વોક કર્યુ હતું. શનિવારે રાત્રે યોજાયેલી આ ઇવેન્ટમાં રણવીર સિંહ, જ્હાન્વી કપૂર અને અનિલ કપૂરે એક સાથે રેમ્પ પર વોક કર્યુ હતું. પહેલી વખત આ ત્રણે દિગ્ગજોએ સાથે વોક કર્યુ.

લૈક્મે ફેશન વિકમાં અનિલ કપૂરે પોતાની ભત્રીજી જ્હાન્વી કપૂર સાથે રેમ્પ પર વોક કરી રહ્યા હતાં. આ દરમિયાન અનિલ કપૂરે ગેસ્ટ સીટ પર બેસેલા રણવીરસિંહને રેમ્પ વોક કરવા સાથે બોલાવ્યો. અનિલ કપૂરે અધવચ્ચેથી વોક છોડીને રણવીરસિંહને સ્ટેજ પર ખેંચી લાવ્યાં.

ત્રણે ફિલ્મી સિતારાનાં લૂકની વાત કરીએ તો અનિલ કપૂર બ્લેક ડ્રેસમાં દેખાયા. રણવીરસિંહે મરૂન પ્રિન્ટેડ જૈકેટ અને ટ્રાઉઝર સાથે જોવા મળ્યા. કાકા અનિલ કપૂરની જેમ જ્હાન્વી કપૂરે બ્લેક ડ્રેસઅપ પર પસંદગી ઉતારી હતી. આ ત્રણે દિગ્ગજો ડ્રેસ ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોડ માટે રેમ્પ પર વોક કરી રહ્યા હતાં.

રણવીરસિંહ, અનિલ કપૂર અને જ્હાન્વી કપૂર પિરીયડ ફિલ્મ “તખ્ત” માં એકસાથે નજરે પડશે. વર્ષ 2020માં આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ,કરીના કપૂર,વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકર પણ અભિનયનાં ઓજસ પાથરશે.

READ ALSO

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

મહામારી સામે લડવા કેજરીવાલ સરકારે લીધા બે મોટા નિર્ણયો, 20 જગ્યાઓ સજ્જડ સીલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!