GSTV
Home » News » ફિલ્મ ૮૩ના શૂટીંગ માટે આખી ટીમને લઈને રણવીર સિંહ ઈંગ્લેન્ડ જવા રવાના

ફિલ્મ ૮૩ના શૂટીંગ માટે આખી ટીમને લઈને રણવીર સિંહ ઈંગ્લેન્ડ જવા રવાના

બોલીવૂડ અભિનેતા રણવીરસિંહ ફિલ્મ ૮૩માં નજર આવી શકે છે.હાલમાં તે આ ફિલ્મના શૂટીંગમાં વ્યસ્ત છે. રણવીરસિંહ, સાકીબ સલીમ, તાહીરરાજ ભાસીન, સાહિલ ખટર સહિત ફિલ્મ ૮૩ની ટીમ એરપોર્ટ પર જોવા હતી. આ આખી ટીમ ફિલ્મના પ્રથમ તબકકાના શૂટીંગ માટે ઇંગ્લેન્ડ રવાના થઇ છે. રણવીરસિંહે ૮૩ની આખી ટીમ સાથે એરપોર્ટ ફોટો પડાવ્યો હતો.

આ આખી ટીમે કાળા કલરના પેન્ટ શર્ટ પહેર્યા હતા.રણવીરસિંહ બહુ મોજમાં નજરે પડયો હતો.તમને એ જણાવીએ કે ર૦૧૯નો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં ૩૦મેથી શરૂ થઇ રહયો છે.આ ફિલ્મ ૧૦ એપ્રિલ ર૦ર૦માં રીલીઝ થશે. ફિલ્મમાં રણવીરસિંહ ઉપરાંત હાર્ડી સંધુ, સાકીબ સલીમ, પંકજ ત્રિપાઠી, ચિરાગ પાટીલ, તાહીર ભાસીન, એમી વિર્ક અને સાહીલ ખટર મહત્વની ભૂમિકા ભજવી રહયા છે.

ફિલ્મમાં રણવીર કપિલદેવની ભૂમિકા ભજવી રહયા છે અને તેના માટે તે ખૂબ મહેનત કરે છે.રણવીરે આ માટે કપિલ દેવ પાસેથી તાલીમ પણ લીધી છે. રણવીર કપિલ દેવની કિકેટ સ્ટાઇલ અને હાવ ભાવની નકલ કરવા માટે તેની સાથે સમય પણ પસાર કરી રહયો છે. તેણે કપિલ દેવ સાથેની કેટલીક તસ્વીરો પણ શેર કરી છે. આ ફિલ્મ ૮૩માં ભારતીય કિકેટ ટીમે પહેલો વર્લ્ડ કપ જીત્યો તેની વાત છે. ફિલ્મનું નિદર્શન કબીર ખાન કરી રહ્યા છે.

Read Also

Related posts

આ ‘ટોટકા’ના કારણે અક્ષય કુમારે બદલી નાંખી સૂર્યવંશીના ટ્રેલરની ડેટ, હંમેશા હિટ રહ્યો છે આ ફોર્મ્યુલા

Bansari

કાળમીંઢા કોરોના વાઈરસનો જન્મ ક્યાં થયો? 605 ચામાચીડિયાને એક લેબમાં રાખવામાં આવ્યા હતા અને…

Arohi

જામિયા હિંસા કેસમાં બે વીડિયો જારી થતા વિવાદ વધુ ઘેરાયો, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી વાક યુદ્ધ શરૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!