GSTV
Home » News » Video: કપિલ શર્માના વેડિંગ રિસેપ્શનમાં રણવીર બન્યો સિંગર તો દીપિકાના ભાંગડાએ લૂટી મહેફિલ

Video: કપિલ શર્માના વેડિંગ રિસેપ્શનમાં રણવીર બન્યો સિંગર તો દીપિકાના ભાંગડાએ લૂટી મહેફિલ

છેલ્લા એક મહિનાથી ન્યૂલી મેરિડ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લાઇમલાઇટમાં છે. રણવીર સિંહ અને દીપિકાના લગ્નને એક મહિના જેટલો સમય થઇ ગયો છે પરંતુ હજુ પણ તેમને લઇને કોઇને કોઇ ખબરો આવતી રહે છે. તેવામાં તાજેતરમાં જ રણવીર-દીપિકા પહોંચ્યા હતાં કોમેડી કિંગ કપિલ શર્માની રિસેપ્શન પાર્ટીમાં. અહીં આ ન્યૂલી વેડ કપલે જે અંદાજમાં એન્જોય કર્યુ તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

દીપવીર તાજેતરમાં જ આયોજિત કપિલ શર્મા અને ગિન્ના ચતરાથની રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા હતા. રિસેપ્શનમાં બંને પોતાની જાતને રોકી ન શક્યા અને સાથે ધમાકેદાર ડાન્સ કર્યો.

કપિલ અને ગિન્નીના રિસેપ્શનમાં રણવીર-દીપિકાએ આવનારી ફિલ્મ સિમ્બાના ગીત ‘સુબહ હોને ના દે’ જેવા હિટ ગીતો પર ડાન્સ કર્યો, તેના ડાન્સની એનર્જી જોઇને રિસેપ્શનમાં હાજર તમામ મહેમાનો દંગ રહી ગયા હતા.

કપિલ અને ગિન્નીના વેડિંગ રિસેપ્શનના દીપવીરના કેટલાંક ડાન્સ વીડિયોઝ સામે આવ્યા છે જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યાં છે.

જણાવી દઇ કે કપિલ શર્મા એને ગિન્ની તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. લગ્ન બાદ તેમણે 24 ડિસેમ્બરના રોજ મુંબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન હોસ્ટ કર્યુ હતું જેમાં ટીવીથી લઇને બોલીવુડના મોટા સ્ટાર્સ હાજર રહ્યાં હતા. પાર્ટીમાં સોહેલ ખાન, અનિલ કપૂર, ઉર્વશી રૌતેલા, કીકૂ શારદા, સાઇના નહેવાલ જેવી મોટી હસ્તિઓ સામેલ થઇ હતી.

Read Also

Related posts

WhatsApp યુઝર્સ સાવધાન…! મીડિયા પર મોકલેલી ફાઈલ્સમાં હેકર્સ કરી શકે મોટી હેરાફેરી

Dharika Jansari

5 વર્ષમાં સૌથી ઊંચા મકાઈના ભાવ : કૃષિ કોમોડિટીમાં સૌથી સફળ પાક

Karan

અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!