GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

દીપિકા પાદુકોણને જોઈને રણવીર સિંહના થયા આવા હાલ, અરે…!આ શું કહી નાખ્યું..

બૉલીવુડ ડીવા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બી-ટાઉનના ક્યુટ દંપતિમાંથી એક છે. ઘણી વખત તેમના પ્રેમભર્યા સંસ્કરણો કેમેરામાં કેદ થાય છે. રણવીર એવા લોકોમાંથી આવે છે, જે દુનિયાની સામે પોતાનો પ્રેમ દર્શાવવામાં ખચકાતો નથી. ઈન્સ્ટાગ્રામ પર પણ આ દંપતિ એકબીજાની સુંદર તસ્વીરો પર લવી-ડવી કોમેન્ટ કરતા પ્રતિત થતા હોય છે.

હાલમાં દીપિકા ફિલ્મફેર સ્ટાઈલ એન્ડ ગ્લેમર એવોર્ડમાં પહોંચી હતી, પરંતુ રણવીર તેમની સાથે હતા નહીં. પોતાની ફિલ્મ ગલી બૉયના પ્રમોશનમાં વ્યસ્ત રણવીર આ એવોર્ડ ફંક્શનને એટેન્ડ કરી શક્યા નહોતાં. એવામાં જ્યારે દીપિકાએ આ એવોર્ડ ફંકશનની પોતાની લુકની તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી, તો તેને જોઈને રણવીર પોતાને કોમેન્ટ કરતા રોકી શક્યા નહીં. ખરેખર, દીપિકાએ Jean-Louis Sabajiના સ્ટ્રેપલેસ ડીપ નેક ગાઉનમાં અમૂક તસ્વીરો શેર કરી છે. જેના પર રણવીરે કોમેન્ટ કરી કહ્યું, ‘એસે ના મુજે તુમ દેખો’. રણવીરે વધુ એક તસ્વીર પર કોમેન્ટ કરી કહ્યું, ‘ઓહ હાય દેયર’. રણવીરની આ કોમેન્ટ્સમાં ખુશનુમા દંપતિની કેમેસ્ટ્રી સ્પષ્ટ રીતે પ્રતિત થાય છે. પ્રશંસકોને પણ તેમનો આ ક્યૂટ ઈન્સ્ટાગ્રામ પ્રેમ ખૂબ પસંદ છે.

આ એવોર્ડ શોમાં દીપિકાએ પોતાના હાઈ-લો ગાઉનની સાથે સ્લીક હેરસ્ટાઈલ અને સબટલ મેકપ કેરી કર્યો હતો. ફક્ત રણવીર જ નહીં, દીપિકાના ચાહકોને પણ તેમનો આ દેખાવ ખૂબ પસંદ આવ્યો છે.

મહત્વનું છે કે તાજેતરમાં રણવીરે લગ્ન પછીના જીવન અંગે ચર્ચા કરી હતી. તેમણે એવુ પણ જણાવ્યું હતું કે દીપિકા તેમના માટે સાઉથ ઈન્ડિયન ડિશ રસમ અને ચોખા બનાવે છે. હાલમાં રણવીર પોતાની ફિલ્મ ગલી બૉયના પ્રમોશનમાં જોડાયેલી છે. આ ફિલ્મ દેસી રેપર પર છે, જેમાં તેની સામે આલિયા ભટ્ટ જોવા મળશે. ગલી બૉય 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે પર રીલીઝ થઈ રહી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનો કુલભૂષણ જાદવ મામલે નવો ખેલ, ICJના નિર્ણય સામે કરી રહ્યું છે મનમાની

Mansi Patel

કોરોના મહામારીમાં ધોનીનો ચોંકાવનારો નિર્ણય, કમાણીને બદલે આ વસ્તુ પર આપશે વધુ ધ્યાન

Ankita Trada

કોરોનાકાળમાં પહેલી ટેસ્ટ ક્રિકેટ મેચમાં જ આવ્યુ વરસાદનું વિઘ્ન, ઇંગ્લેન્ડ-વિન્ડિઝ વચ્ચે થવાની છે ટક્કર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!