GSTV
Home » News » પાક કલાકારોના બૅન અંગે રણવીર સિંહે કરી આ મહત્વની વાત, જે અત્યાર સુધી કોઇએ નથી કરી

પાક કલાકારોના બૅન અંગે રણવીર સિંહે કરી આ મહત્વની વાત, જે અત્યાર સુધી કોઇએ નથી કરી

Ranveer Singh

પાછલાં કેટલાંક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને યુદ્ધની સ્થિતી બની રહી છે. બુધવારે પાકિસ્તાને ભારતના બે જેટ તોડી પાડ્યાં જ્યારે ભારતે પણ પાકનું એક વિમાન તોડી પાડ્યું હતુ. બંને દેશો વચ્ચેની આ કડવાશ બાદ ભારતમાં પાક કલાકારોને બન કરી દેવામાં આવ્યાં છે. તેવામાં લોકોની પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઇ ગઇ છે. આ અંગે બોલીવુડ એક્ટર રણવીર સિંહને પણ પ્રશ્ન કરવામાં આવ્યો.

પાક કલાકારોને બૅન કરવા અંગે રણવીરે શું કહ્યુ?

ઓલ ઈન્ડિયા સિને વર્કર્સે એસોસિએશન(AICWA)ની સાથે કેટલાક બોલિવુડ સ્ટાર્સે પણ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકવા અને તેમની સાથે કોઈ પણ પ્રોજેક્ટ ન કરવાની અપીલ કરી હતી. આ અરજીને કેટલાક કલાકારોએ સમર્થન આપ્યું છે જ્યારે હવે રણવીર સિંહનું પણ આ વિશે રિએક્શન સામે આવ્યું છે.

રણવીર સિંહે આ વિશે જણાવ્યું કે,‘એક વિભાગ એવો છે જે આ વિચારધારા પર વિશ્વાસ રાખે છે કે આર્ટ્સ અને સ્પોર્ટ્સને આ મુદ્દાઓ સાથે મિક્સ ન કરવા જોઈએ. આર્ટિસ્ટ અને સ્પોર્ટસમેન સૈનિકોની જેમ બલિદાન નથી આપતા અને તેમની જેમ પરિસ્થિતિઓનો સામનો પણ નથી કરતા. કળા અને ખેલ એક અલગ ક્ષેત્ર છે અને તેમની સરહદોને અલગ જ રાખવી જોઈએ. પરંતુ જો હાલની પરિસ્થિતિઓમાં કોઈ સૈનિકની મા એવું માને છે કે કલાકાર અને ખિલાડીઓએ આ સ્થિતીમાં(પાકિસ્તાની કલાકાર અને ખિલાડીઓ) સાથે કામ ન કરવું તો દરેકે તેનું પાલન કરવું જોઈએ.’

જણાવી દઇએ કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ બોલીવુડના તમામ દિગ્ગજ સ્ટાર્સે શદીહો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે સાથે જ તેમણે આ હુમલાની નિંદા પણ કરી છે. સાથે જ આ મામલે સિને એસોસિએશને એક મોટુ પગલું લેતા પાકિસ્તાની એક્ટર્સ અને આર્ટિસ્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો છે. પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા ભારત પર હુમલો કર્યા બાદ સૌકોઇએ પાકિસ્તાની કલાકારો સાથે કામ ન કરવાના શપથ લીધા છે.

Read Also

Related posts

સાવ સસ્તા જીરું પાણીથી મળશે 10 અદભુત ફાયદા, દડા જેવા પેટને પણ કરશે સપાટ

NIsha Patel

જાણો શ્રાવણ મહિનામાં લીલો રંગ પહેરવા પાછળ શું છે કારણ

Dharika Jansari

ઑફિસમાં સારા પ્રદર્શન માટે કરો આ કામ, આ ખાસ વાતોનું રાખો ધ્યાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!