GSTV
Home » News » રાનુ મંડલ જ નહીં આ 7 સેલિબ્રિટીઓ એક જ વીડિયોથી ઈન્ટરનેટ પર સુપરસ્ટાર બની ગયા

રાનુ મંડલ જ નહીં આ 7 સેલિબ્રિટીઓ એક જ વીડિયોથી ઈન્ટરનેટ પર સુપરસ્ટાર બની ગયા

સોશ્યલ મીડિયાની તાકાત છે કે, રાતોરાત કોઇ પણ સામાન્ય માનવીને સામાન્ય માણસમાંથી ઇન્ટરનેટ સ્ટાર બનાવી શકે છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે રાનુ મંડલ. લત્તા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગમા ગાઇને રાનૂ મંડલ લાઇમલાઇટમાં આવી હતી. તેનું પરિણામ એ આવ્યું કે હિમેશ રેશમિયાએ તેમને પોતાની ફિલ્મમાં ગાવાની તક આપી છે. રાનૂ મંડલ પહેલા પણ અનેક લોકો એવા છે, જે સોશ્યલ મીડિયાનાં માધ્યમથી હિટ થયા છે. આ લીસ્ટમાં અનેક લોકો સામેલ છે. આવો જાણીએ તેમનાં વિશે.

પ્રિયા પ્રકાશ વારિયાર

26 સેકન્ડ્સનાં એક વીડિયોમાં પ્રિયા પ્રકાશનાં એક્સપ્રેશને લોકોને એટલી હદે પ્રભાવિત કર્યા કે, જોતજોતામાં જ તે વાયરલ સેનસેશન બની ગઇ. પ્રિયા મલયાલી એક્ટ્રેસ અને મોડેલ છે. પ્રિયાનો જે વીડિયો વાયરલ થયો છે, તે તેમની ડેબ્યુ ફિલ્મ ઉરૂ અદાર લવનું ગીત છે. ખુબ જલ્દી પ્રિયા પ્રકાશ વારિયર બોલીવૂડમાં ફિલ્મ શ્રીદેવી બંગલોથી શરૂઆત કરવા જઇ રહી છે.

સંજય શ્રીવાસ્ત્વ

“‘ડાન્સિંગ અંકલ’નાં નામથઈ જાણીતા થયેલા સંજીવ શ્રીવાસ્તવે ક્યારેય સપનામાં પણ વિચાર્યુ નહિ હોય કે એક વીડિયોનાં કારણે તે રાતોરાત સ્ટાર બની જશે. તેમની લોકપ્રિયતાનો અંદાજો તેનાં પરથી લગાવી શકાય છે, કે સલમાન ખાને પણ તેમની સાથે મુલાકાત કરી હતી. માત્ર આટલું જ નહિં ગોવિંદાની સ્ટાઇલમાં ડાન્સ કરવા વાળા ડાન્સિંગ અંકલને મળવા ખુદ ગોવિંદા અને સુનિલ શેટ્ટી પમ આવ્યા હતાં.

ઢિંચૈક પૂજા

ઇન્ટરનેટ પર સનસનાટી ભર્યુ વાયરલ કેવી રીતે બનવું તેનું જ્વલંત ઉદાહરણ છે ઢિંચૈક પૂજા. સેલ્ફી મૈંને લે લી આજ ગીત યુટ્યુબ પર અપલોડ થતા જ તે ઓનલાઇન સેલિબ્રીટી બની ગઇ. બાકી રહેલી કસર દિલો કા શૂટર અને આફરીન બે વફા જેવા ગીતોએ પુરી કરી દીધી હતી. લોકપ્રિયતા એટલી હદે વધી ગઇ કે બિગબોસ-11નાં મેકર્સે તેમને શોનો ભાગ બનાવી લીધો હતો.

સાશા છત્રી

એરટેલે જ્યારે પોતાની 4G સેવા લોન્ચ કરી ત્યારે તેની જાહેરાતમાં આ યુવતિ દેખાઇ હતી. કંપનીએ ટીવીથી લઇને અખબાર સુધી એટલા વિજ્ઞાપન આપ્યા કે ઓછામાં ઓછા પાંચ લોકોને કોઇને કોઇ રીતે આ છોકરીનાં દર્શન થઇ જતા હતાં.કેમ્પેઇન લોન્ચ થયાનાં એક સપ્તાહમાં જ આ યુવતિ સેનસેશન બની ગઇ હતી.તેનું નામ સાશા છત્રી છે. તેમજ તે મૂળરૂપે દહેરાદૂનની રહેવાસી છે.

સાઇમા હુસૈન મીર

પુણેમાં ફિલ્મ રઇશનાં પ્રમોશન માટે ગયેલા શાહરૂખ ખાને પોતાનાં પ્રશંસકો સાથે સેલ્ફી લીધી હતી. આ તસવીરને તેમણે જ્યારે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યુ ત્યારે આ યુવતિની ચર્ચા થવા લાગી હતી. આ યુવતિનું નામ સાઇમા હુશૈન મીર છે અને તેમ મૂળે કાશ્મીરની રહેવાસી છે.

કુસુમ શ્રેષ્ઠા

નેપાળની આ શાકભાજી વેચતી મહિલાની તસવીરો સોશ્યલ મીડિયા પર જેવી શેયર થઇ કે તરત જ હૈશટેગ #Tarkariwali અને #Sabjiwali ટોપ ટ્રેન્ડ બની ગયા હતાં. આ યુવતિનું નામ કુસુસ શ્રેષ્ઠા છે. આ તસવીર જ્યારે લેવામાં આવી ત્યારે તે કોલેજની રજામાં પોતાનાં ઘરે આવી હતી. તેમજ પેરેન્ટ્સની મદદ કરવા માટે શાકભાજી વેંચવા માટે નિકળી હતી.

READ ALSO

Related posts

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!