GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ફેમસ થતાં જ બદલાયા રાનૂ મંડલના સૂર, માથે ચડ્યો એટલો એટિટ્યુડ કે જોઇને લાગશે નવાઇ

રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બનેલી રાનૂ મંડલના ભાવ આજકાલ નિરાળા છે. તાજેતરમાં જ રાનૂએ એક ફેનની જબરદસ્ત રીતે ઝાટકણી કાઢી હતી, આ વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. આટલું ઓછુ હોય ત્યાં તેણે મીડિયાને પણ એટીટ્યુડ દેખાડવાનું શરૂ કરી દીધું છે.

સોશિયલ મીડિયા પર રાનૂ મંડલનો અન્ય એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રિપોર્ટર્સના સવાલોનો જવાબ આપવાના બદલે તેમની ઉપેક્ષા કરતી નજરે આવી રહી છે.

આ વીડિયોમાં તમે રિપોર્ટર્સને રાનૂને સવાલ કરતાં સાંભળી શકો છે. રાનૂ પહેલાં તો પોતાના બેગમાંથી કંઇક કાઢીને ખાવા લાગે છે. પછી ધીમે-ધીમે આમતેમ જોઇને કહે છે કે તેને કંઇ સંભળાઇ નથી રહ્યુ.  તે બાદ રિપોર્ટર ફરીથી સવાલ પૂછે છે.

રાનૂના આ બદલાયેલા સૂર લોકોને પસંદ નથી આવી રહ્યાં. રાનૂ મંડલના આ વ્યવહારની લોકો નિંદા કરી રહ્યાં છે. લતા મંગેશકરના ગીત ‘એક પ્યાર કા નગમા’ને ગાઇને રાતેરાત ઇન્ટરનેટ પર છવાઇ જનાર રાનૂ મંડલને સિંગર અને કંપોઝર હિમેશ રેશમિયાએ ગીત ગાવાની તક શું આપી, રાનૂનો તો અંદાજ જ જાણે કે બદલાઇ ગયો. રાનૂની ફેન ફોલોઇંગ પણ દિવસેને દિવસે વધતી જઇ રહી છે અને સૌકોઇ તેના અવાજના ફેન બની રહ્યાં છે.

પરંતુ હાલ સોશિયલ મીડિયા પર રાનૂનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઇને તમને ચોક્કસ નવાઇ લાગશે. આ વીડિયોમાં રાનૂની જે પ્રકારની વર્તણૂક છે તેને જોઇને લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યાં છે.

આ વીડિયોમાં રાનૂ કંઇક સામાન ખરીદતાં નજરે આવી રહી છે. ત્યારે એક ફીમેલ ફેન પાછળથી આવે છે. તેના હાથમાં ફોન છે અને તે રાનૂને સ્પર્શીને તેને ફોટો માટે અપીલ કરે છે. પરંતુ રાનૂ તેના પર ગુસ્સે થઇ જાય છે અને સ્પર્શ કરવા પર ફેન સાથે સવાલ-જવાબ કરવા લાગે છે. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે કે રાનૂ ફિમેલ ફેનને કહી રહી છે કે, ‘આ શું છે?’

રાનૂ મંડલનું આવું રિએક્શન જોઇને મહિલા પણ દંગ રહી ગઇ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઇએ કે તાજેતરમાં જ રાનૂનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે’નું ગીત ‘તુજે દેખા તો યે જાના સનમ’ ગાઇ રહી હતી. જોતજોતામાં આ વીડિયો પણ ઇન્ટરનેટ પર ચર્ચામાં આવી ગયો હતો.

Read Also

Related posts

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: આજે સાંજ સુધીમાં અધિક મુખ્ય સચિવને તપાસ એજન્સીઓ રિપોર્ટ સોંપશે

Bansari

આખો દિવસ બસ ઉંઘ જ આવ્યા કરે છે? તમને ક્યાંક આ બિમારી તો નથી થઈ ગઈને?

Arohi

વાઘની સુરક્ષાને લઈને ઉદ્ધવ ઠાકરે સરકાનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!