GSTV
Home » News » રણથંભોરમાં ફેલાઈ ખુશીઓની લહેર, T-73એ આપ્યો ત્રણ બચ્ચાઓને જન્મ

રણથંભોરમાં ફેલાઈ ખુશીઓની લહેર, T-73એ આપ્યો ત્રણ બચ્ચાઓને જન્મ

જો તમે ટાઈગર લવર છો અને જંગલમાં ફરવું તમને ખૂબજ ગમે છે તો સમજી લો આ સમાચાર તમારા માટે જ છે. દેશનાં જાણીતા ટાઈગર રિઝર્વ્સમાંથી એક રણથંભોર ટાઈગર રિઝર્વમાં ટી-73 નામની વાઘણે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે.

આ નાનકડા તોફાની બાળકો આજકાલ લોકોનું આકર્ષણનું કેન્દર બન્યા છે. ફોટોગ્રાફર્સ અને ટુરિસ્ટ તેમની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છે. એક ન્યૂઝ એજન્સીએ ફોટા રજૂ કર્યા છે.

જેમાં આ નાનકડા વાઘનાં બચ્ચાઓ માતા સાથે દેખાઈ રહ્યા છે અને માતા વાઘ સાથે મસ્તી કરી રહ્યા છે. એક ફોટામાં ગરમીથી બચવા માટે માતા વાઘ સાથે પાણીમાં આરામ કરતાં દેખાઈ રહ્યા છે.

તો અન્ય ફોટામાં ત્રણેય બાળકો માતા વાઘ સાથે પાણીમાં બેઠેલાં દેખાઈ રહ્યા છે તો બીજા ફોટામાં વાઘનાં બચ્ચાઓ માતા સાથે જંગલમાં ફરી રહેલાં દેખાઈ રહ્યા છે.

રણથંભોર વાઘને તેના નેચરલ હેબિટેટમાં જોવા માટેની જગ્યાઓમાંથી એક છે. વાઘની બસ એક ઝલક મેળવવા માટે દર વર્ષે અહીં લાખો ટુરિસ્ટો આવે છે. ટાઈગર સિવાય અહીંયા ચિત્તા, ભાલુ સહિત અન્ય પ્રજાતીઓનાં પશુ-પક્ષીઓ જોવા મળે છે.

READ ALSO

Related posts

કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયાઓની હવે ખેર નહી, સરકારે ગૃહમાં પસાર કર્યો આ ઠરાવ

Path Shah

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

કર્ણાટક: સરકારનાં વિશ્વાસમતમાં ગેરહાજર રહેલા બસપા ધારાસભ્ય સામે માયાવતીએ કરી આ કાર્યવાહી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!