GSTV

વિશ્વના સૌથી મોટા રેન્સમવેર એટેક પાછળ રશિયા! 17 દેશોને બનાવ્યા નિશાન, તપાસમાં જોતરાયું અમેરિકા

Last Updated on July 5, 2021 by Vishvesh Dave

યુ.એસ.એ વિશ્વના સૌથી મોટા રેન્સમવેર એટેકની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. સાયબર સુરક્ષા જવાનોએ તેમની તમામ સખત મહેનતથી આ સાયબર એટેકની અસરને ઘટાડવાનો પ્રયત્ન કર્યો. તપાસમાં બહાર આવ્યું છે કે કેવી રીતે રશિયા સાથે જોડાયેલ સંસ્થાએ કંપનીની ગોપનીયતાનું ઉલ્લંઘન કર્યું છે. સાયબર સુરક્ષા સંશોધનકારોએ જણાવ્યું હતું કે કુખ્યાત ‘રેવિલ'(REvil) સંસ્થાએ શુક્રવારે ઓછામાં ઓછા 17 દેશોને નિશાન બનાવ્ય હતા. (Biggest Ransomware attack on 17 countries, REvil Gang linked to Russia)

આ મુખ્યત્વે એવી કંપનીઓના માધ્યમ દ્વારા કરવામાં આવ્યું છે જે બહુવિધ ગ્રાહકો માટે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરે છે. તેણે ‘મેમોરિયલ ડે’ એટેક પછી માંસ પ્રોસેસિંગ કંપની ‘જેબીએસ’ પાસેથી 11 મિલિયન યુએસ ડોલરની જબરજસ્તી વસૂલી કરી હતી. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) એ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ફેડરલ “સાયબર સિક્યુરિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સી” સાથે મળીને આ હુમલાની તપાસ કરી રહી છે.

કડક જવાબ આપવા માટે અમેરિકા તૈયાર છે

યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને રવિવારે કહ્યું હતું કે, જો તેમાં ક્રેમલિનની સંડોવણી સામે આવશે, તો અમેરિકા સખત જવાબ આપશે. બાઈડેને કહ્યું કે તેમણે ગુપ્તચર તંત્રને આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવા જણાવ્યું છે. લગભગ એક મહિના પહેલા યુએસ રાષ્ટ્રપતિએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પર ‘રેવિલ’ અને અન્ય ‘રેન્સમવેર’ જૂથોને આશરો ન આપવા દબાણ કર્યું હતું. બાઈડેને આ જૂથોની જબરજસ્તી વસુલેલી રકમ અમેરિકન સુરક્ષા માટે ખતરો ગણાવી હતી.

વિચારપૂર્વક પસંદ કરી જુલાઈ 4

વિશ્વના તમામ ખંડોમાં નાણાકીય, મુસાફરી ક્ષેત્રને આ સાયબર એટેકથી અસર થઈ હતી. નિષ્ણાતો એમ પણ કહે છે કે, આ સંયોગ નથી કે આ હુમલો અમેરિકન સ્વતંત્રતા દિવસ, 4 જુલાઈના રોજ કરવામાં આવ્યો હતો. રજા હોવાને કારણે, ગુનેગારો જાણતા હતા કે આ દિવસે ઓફિસમાં ઓછા અધિકારીઓ હશે, જે તેમનું કાર્ય સરળ બનાવશે. આ હુમલાથી પ્રભાવિત લોકોને સોમવાર પહેલા પણ કંઇ ખબર નહીં પડે. આ કારણોસર સ્વીડિશ સ્ટોર ચેન ‘સીઓપી’ ના 800 સ્ટોર્સ બીજા દિવસે બંધ રહ્યા.

‘રેન્સમવેર’ શું છે

‘રેન્સમવેર’ એક પ્રકારનો ‘માલવેર’ છે. તેનો ઉપયોગ સંસ્થાના દસ્તાવેજો ચોરવા અને પછી તેમના પાસે ખંડણી માંગવા માટે થાય છે. ‘માલવેર’ ખરેખર એક શંકાસ્પદ સોફ્ટવેર છે, જેને કમ્પ્યુટર વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ALSO READ

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!