GSTV
Gujarat Government Advertisement

લખનૌમાં વિશ્વ હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની હત્યા કરનારાની મુંબઈથી ધરપકડ

Last Updated on February 6, 2020 by Mayur

ઉત્તર પ્રદેશના લખનૌમાં વિશ્વ હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની હત્યાના મામલે પોલીસને સફળતા મળી છે. પોલીસે આ મામલે મુંબઇથી એક શૂટરની ધરપકડ કરી છે. પોલીસની ગિરફ્તમાં આવેલા આ શૂટરને લખનૌ લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. રવિવારના રોજ રણજીત બચ્ચન જ્યારે મોર્નિંગ વોકમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેની ગોળી મારી હત્યા કરી નાંખી હતી.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રણજીત બચ્ચનની હત્યા કર્યા બાદ આરોપી ટ્રેન મારફતે લખનૌથી મુંબઇ ફરાર થઇ ગયા હતા. જે બાદ પોલીસની તપાસમાં રણજીત બચ્ચનને 9 એમએમની પિસ્તોલથી ગોળી મારી હોવાનું સામે આવ્યું હતું.

જે પિસ્તોલ સામાન્ય રીતે શૂટરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. એસીપી નવીન અરોરાએ જણાવ્યું કે પોલીસે ઘટનાસ્થળેથી બે મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. અને સાયબર સેલ તેની કોલ ડિટેલની તપાસ કરી રહી છે. પોલીસે એક સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા હતા કે જેમાં બે સંદિગ્ધો જોવા મળ્યા. પોલીસે આરોપીઓ પર 50 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!