ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ટના પ્રમુખ(BCCI) અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી દાદાના હુલામણાથી જાણીતા છે. ત્યારે હવે વધુ એક પશ્ચિમ બંગાળ ક્રિકેટના છોટે દાદા ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યા છે. હાલ રણજી ટ્રોફી ચાલી રહી છે જેની સેમીફાઈનલ મેચમાં મધ્યપ્રદેશ વિરુદ્ધ મનોજ તિવારીએ શાનદારી સદી ફટકારી છે જોકે, આ સદી એવા સમયે ફટકારી છે જ્યારે ટીમ સંકટમાં ફસાયી હતી. નોંધનીય છે કે, મનોજ તિવારી હાલ રમતમંત્રી છે અને સાથેસાથે ક્રિકેટ પણ રમી રહ્યો છે.

તિવારીએ સદી મારી ટીમને સંકટમાંથી બહાર કાઢી
જોકે, મનોજ તિવારી સદી પૂરી થતાની સાથે જ આઉટ થઈ ગયો હતો, પરંતુ તે પોતાનું કામ કરી શાનદાર રીતે કરીને ગયો હતો. તેણે બંગાળની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ફર્સ્ટ ક્લાસમાં ક્રિકેટમાં તેની આ 29મી સેન્ચુરી હતી.
મનોજ તિવારી જ્યારે ક્રિઝ પર આવ્યો ત્યારે બંગાળની ટીમનો સ્કોર 5 વિકેટે 54 રન હતો અને તે મધ્યપ્રદેશના પ્રથમ દાવના 341 રનના સ્કોરથી ઘણો પાછળ હતો. પરંતુ, તિવારી આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો ત્યાં સુધીમાં બંગાળની ટીમ ઘણી સારી સ્થિતિમાં હતી. બંગાળની છઠ્ઠી વિકેટ 237 રનના સ્કોર પર મનોજ તિવારીના રૂપમાં પડી હતી.
READ ALSO
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ
- મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો
- અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ
- જેને અડવાણીએ એક સમયે મોદી કરતા બહેતર ગણાવ્યા હતા એ શિવરાજસિંહને સંસદીય બોર્ડમાંથી હટાવાયા