GSTV
Home » News » રણજી ટ્રોફી: ઝારખંડને હરાવી ગુજરાત ક્વાર્ટર ફાઇનલમાં

રણજી ટ્રોફી: ઝારખંડને હરાવી ગુજરાત ક્વાર્ટર ફાઇનલમાં

હાર્દિક પટેલ અને ચિંતન ગાજાની શાનદાર બોલિંગની મદદથી ગુજરાતે રણજી ટ્રોફી ગ્રુપ બી મેચમાં મંગળવારે ઝારખંડને 10 વિકેટથી હાર આપી હતી. આ જીત સાથે ગુજરાતે બોનસ પોઇન્ટ સહિત સાત પોઇન્ટની સાથે ટોપ પર રહેતા ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે.

ફોલોઅન રમી રહેલી ઝારખંડની ટીમ 2 વિકેટ પર 106 રનથી આગળ રમવા ઉતરી હતી. સ્પિનર હાર્દિક પટેલ અને ચિંતન ગાજાનીઘાતક બોલિંગ સામે ઝારખંડની ટીમ 62 ઓવરમાં 183 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમે છેલ્લી 6 વિકેટ માત્ર 26 રન બનાવી ગુમાવી હતી. બીજી ઇનિંગ્સમાં ઝારખંડ તરફથી ઓપનર બેટસમેન કુમાર દેવવ્રતે 53 રન અને વિરાટ સિંહે 52 રન બનાવ્યા હતા. આમ છતાં તેઓ ટીમને હારથી બચાવી શકયા ન હતા. ગુજરાત તરફથી હાર્દિક પટેલે 4 અને ચિંતન ગાજાએ 3 વિકેટ લીધી હતી.

જ્યારે ગુજરાતે 15 રનના મળેલા લક્ષ્યનો પીછો કરતા 10 બોલમાં વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્ય હાંસલ કરી જીત મેળવી હતી. સમિત ગોહેલે અણનમ 4 રન અને પ્રિયાંક પંચાલે અણનમ 12 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતે પ્રથમ ઇનિંગ્સમાં 411 રનના જવાબમાં ઝારખંડની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 242 રન બનાવી શકી હતી. જેના કારણે તેને ફોલોઅન રમવું પડ્યું હતું.

Related posts

‘હિટમેન’ રોહિત શર્માએ ગાંગુલી-સચિનને પછાડ્યા, ODIમાં પૂર્ણ કર્યા ધમાકેદાર 9000 રન

pratik shah

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં આ દિગ્ગજ ક્રિકેટરનાં સન્માનમાં કાળી પટ્ટી બાંધીને ઉતરી ટીમ ઈન્ડિયા

pratik shah

ઓસ્ટ્રેલિયાએ ભારતને સીરીઝ જીતવા 287 રનનો આપ્યો લક્ષ્યાંક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!