GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

રણજી મેચમાં આ શખ્સ કાર લઇને મેદાનમાં ઘૂસી ગયો

દિલ્હી અને ઉત્તર પ્રદેશની ટીમ વચ્ચે પાલમના એર ફોર્સ મેદાન પર રમાઇ રહેલી રણજી ટ્રોફી મેચ દરમિયાન સુરક્ષામાં એક મોટી ચૂક જોવા મળતા તમામ ખેલાડીઓ અને મેચ અધિકારીઓ હેરાન થઇ ગયા હતા. કારણ કે, મેચ દરમિયાન એક બહારના વ્યક્તિએ પોતાની કાર મેદાન પર લઇ આવ્યો હતો, અને કાર પિચ પર ચલાવી હતી. જો કે, બાદમાં પોલીસે કાર ચાલક આરોપીની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ ચબાદ દિલ્હી પોલીસના હવાલે કર્યો હતો.

વાત જાણે એમ છે કે, રણજી મેચમાં દિવસની રમત પૂરી થવાના 20 મિનિટ પહેલા સાંજે લગભગ 4-40 કલાકે ગિરીશ શર્મા નામનો એક શખ્સ ગ્રે રંગની વેગન આર કાર લઇને મેદાનમાં ધૂસી આવ્યો હતો. એ સમયે ઉત્તર પ્રદેશની ટીમની બીજી ઇનિંગ્સ ચાલી રહી હતી. આ સમયે ગૌતમ ગંભીર, ઇશાંત શર્મા અને રિષભ પંત ઘણાં હેરાન થઇ ગયા હતા. જો કે, ઇશાંત શર્મા અને કેટલાક ખેલાડીઓએ મેદાની અમ્પાયરની સાથે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યાં સુધી તો ગિરીશ બે વખત પિચ પર કાર ચલાવી ચૂક્યો હતો. બાદમાં મેચ રેફરીએ દિવસની રમત પૂરી થયેલી જાહેર કરી હતી.

ગિરીશે કહ્યું કે, તેણે મેદાનની બહાર કોઇપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જોઇ ન હતી, અને એ વાતનો પણ તેને ખ્યાલ ન હતો કે, અંદર આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો રણજી મેચમાં રમી રહ્યાં છે. તેણે એમ પણ કહ્યું કે, તે રસ્તો ભૂલી ગયો હતો અને મેદાનની અંદર ઘૂસી આવ્યો હતો.

 

Related posts

યુવરાજનો ખુલાસો, ધોનીએ પહેલેથી જ વાસ્તવિકતા જણાવી હતી કે વર્લ્ડ કપમાં તક નહીં મળે

Mansi Patel

કોરોનાનો એક કેસ આઇપીએલને બરબાદ કરી નાખશે, પંજાબની ટીમના માલિકે સલાહ આપી

Mansi Patel

આર્મીમાં ઓફિસર છે આ દિગ્ગજ ખેલાડીઓ, કોઈ પેરાટ્રૂ પર તો કોઈ યુદ્ધ વિમાનના પાયલટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!